Thursday, December 31, 2009

સ્માઈલ















સ્માઈલ તમારું 24 કેરેટ
    પ્રેમ અમારો પ્લેટિનમ..

હસતા રહેજો મળતા રહેજો
સપ્નામાં પણ ઝંખતા રહેજો
દિલ તમારું પોપ સોંગ
પ્રેમ અમારો ક્લાસિકલ
                    .....સ્માઈલ તમારું 24 કેરેટ

Your smile is my life
it makes me smile
I like you so much
when you wiil be mine
.

અદાઓ તમારી ફેશનેબલ
પ્રેમ અમારો ઈન્ટરનેશનલ
                  .....સ્માઈલ તમારું 24 કેરેટ

કેટરીનાનો ક્લાસ ના આવે
મીસ વર્લ્ડને ય ઈર્ષ્યા આવે
રૂપ તમારું છે ઑસમ
પ્રેમ અમારો એક્સીલન્ટ
                   .....સ્માઈલ તમારું 24 કેરેટ

સૂરના કામણ કરે ઘાયલ
તોય પાછું રાખો પાયલ
કંઠ તમારો વ્હીસ્કી બ્રાન્ડ
પ્રેમ અમારો માદક રમ...
                 .....સ્માઈલ તમારું 24 કેરેટ

- વિજય રોહિત
મો : 0990 950 2536


સૌ મિત્રોને 2010 માટે દિલથી શુભેચ્છા. નવું વર્ષ આપ્ને માટે મંગલમય, શુભદાયી નીવડે એવી પ્રભુ પ્રાર્થના.
ઉપરોક્ત ગીતમાં નવા કલ્પ્નો અને ગુજલીશના કોમ્બિનેશનનો પ્રયોગ કર્યો છે. આશા છે આપ સૌને ગમશે.... આપ્ના સૂચનો અને કોમેન્ટ આવકાર્ય...

Tuesday, December 22, 2009

જ્વાલા















દિલની વાત રાખો ના દિલમાં ભરી
નહીં આવે પછી મોકો આવો ફરી

ગુસ્સો નાક પર રાખે કાયમ અને
દિનકરથી ય વધુ જ્વાલા છે એમની

મળવાની ઈચ્છા ના હોય તો ના કહો
રાતે કેમ આવો છો સપ્ના થકી

તેં શણગાર કર્યો છે કાજલ વેણીનો
આવ્યા છે અમે સઘળી ઈચ્છા સજી

ના સમજી કિંમત તારી મારા દિલે
લે શહેનાઈ વાગીને આંખો રડી

માનવ લાગણી ને ઈચ્છાનો પૂળો
થોડી આગ મૂકી કે ભડકે બળી

છંદવિધાન : ગાગાગાલ ગાગાગાગા ગાલગા

વિજય રોહિત
મો : 0990 950 2536

Wednesday, December 16, 2009

સવાલ












અમને રડાવી હસો છો કમાલ છે
આ દિલ છે ચોપાટની થોડી ચાલ છે

દિલ મારુ સોના રુપા જેવું કિંમતી
લીધા પછી આ બધી શી બબાલ છે

જેઓ દિવસ રાત મળતા હતા મને
તેઓ કહે છે મળુ પણ શું કામ છે

મારા પત્રોની લીલામી કરી અને
પાછા પૂછો છો લઘુત્તમ શું દામ છે

લાલી ચુરાવી સંધ્યાએ સૂરજ કને
ને આદિત્ય પણ હવે સાવ કંગાલ છે

કોઈને ન કહેશો તમારા પ્રણય વિશે
પ્રેમીઓની શાખનો આ સવાલ છે

છંદવિધાન : ગાગાગાગા ગાલગાગા લગા  લગા

વિજય રોહિત
મો : 0990 950 2536

Friday, December 11, 2009

આમંત્રણ




દિલની બારી ખુલ્લી રાખજો
આમંત્રણ આંખોથી આપજો

લ્હેરાતી લટકંતી આ ઝુલ્ફો
ગુંથવા સારો ગજરો નાખજો

દિવસે મળજો સજની સ્નેહથી
રાતે સપ્નામાં પણ આવજો

મળ્યા તા એ ક્ષણના સમ પ્રિયે
શબ્દો પ્રેમમાં વ્હેતા લાવજો

ચાંદા તારાની હેસિયત નથી
જે માંગો વિચારી માંગજો

વિજય રોહિત
મો : 0990 950 2536

Wednesday, December 9, 2009

નજર



તમારી દુવાની અસર છે
દવાથી વધુ કારગર છે

ભલે ના કહો બ્હારથી પણ
મને દિલની હા ખબર છે

ફુલો પણ ખીલે છે બગીચે
તમારા કદમની કદર છે

નયનમાં ભલે હોય દરિયો
તને લઈ ડુબૂ એ નજર છે

મળો ના મહિના સુધી તો
વસંત પણ અહીં પાનખર છે.

છંદવિધાન : લગાગા લગાગા લગાગા

વિજય રોહિત
મો : 0990 950 2536

Friday, December 4, 2009

શબ્દવૈભવ ગ્રુપ્નો આગામી ગીત-સંગીત કાર્યક્રમ...



પ્રિય મિત્રો,

આપ જાણો છો એમ, શબ્દ વૈભવ ગ્રુપ એ યુવા-નવોદિત પ્રતિભાને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરે છે. આપ્નામાં જો કવિ-ગઝલકાર, સંગીતકાર, ગાયક-ગાયિકા તરીકેની પ્રતિભા હોય તો, આ ગ્રુપમાં જોડાવવા હાર્દિક નિમંત્રણ છે.

અમારો મુખ્ય ઉદ્દેશ ઊગતી પ્રતિભાને જ પ્લેટફોર્મ આપી નવોદિત કલાકારો ની જ કવિતા-ગઝલ આપણા ગ્રુપ્ના જ યુવા સંગીતકાર-ગાયકો-ગાયિકાઓ ગાઈને રજૂ કરે. આવા સુંદર ઉદ્દેશ માટે કામ કરી રહેલી સંસ્થામાં વધુને વધુ મિત્રો જોડાય એવી મારી હાર્દિક ઈચ્છા છે.

આગામી કાર્યક્રમ ડિસેમ્બરના અંતમાં રાખવાનુું પ્લાનિંગ છે. આપ સૌ મિત્રો આમાં ભાગ લઈ શકો છો, જે તદ્દન નિ:શુલ્ક છે.
તમે નીચેની કેટેગરીમાં ભાગ લઈ શકો છો.
1) કાવ્ય પઠન દ્વારા.
2) ગાયક - ગાયિકા
3) સંગીતકાર
4) હાર્મોનિયમ , તબલા, વાંસળી અથવા કોઈ પણ વાદ્ય કલાકાર તરીકે.
5) ફોટોગ્રાફર , વિડીઓગ્રાફર
6) વ્યવસ્થાપક
7) શ્રોતાઓ

તો જે પણ વ્યક્તિએ આ બેઠકમાં હિસ્સો લેવાની ઈચ્છા હોય તેમને તુરત vijaycrohit@gmail.com પર કરવા વિનંતી છે.

Email ના વિષયમાં Participation for Shabd Vaibhav's December prog. લખવું.

પ્રથમ ઓડીશન / રીહર્સલની જાહેરાત ટૂંક સમયમાં કરીશું.

આ એક ભગીરથ કાર્ય છે, પ્રતિભાશાળી યુવાનોની એક ટીમ તૈયાર કરવી એ મારો ધ્યેય છે, માટે આ કાર્યમાં રસ ધરાવનાર અને મદદરુપ થાય તેવા મિત્રો પણ ઓરકુટમાં શબ્દવૈભવ કોમ્યુનીટી જોડાઈ સંપર્ક કરી છે.

અને હા, આપ જો ભાગ ના લઈ શકો તો પણ આ કાર્યક્રમમાં શ્રોતા તરીકે જોડાઈ તમારું યોગદાન આપી શકો છો. એટલું જ નહીં પણ જેઓમાં આવી ટેલેન્ટ છે તેના સુધી આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી છે.

શબ્દ વૈભવ ગ્રુપ આપ્ના ઈ-મેલ ની આતુરતા પૂર્વક રાહ જુએ છે.

આભાર..

સંપર્ક : વિજય સી. રોહિત
એ-1, શ્રી ભગવતકૃપા સોસાયટી, કરોળિયા રોડ,
ગોરવા, વડોદરા - 390 016
મો : 990 950 2536
E-mail : vijaycrohit@gmail.com
web : www.vijayrohit.blogspot.com

click below to Join our group shabd vaibhav on orkut
Welcome to the family.

http://www.orkut.co.in/Community.aspx?cmm=51952290&mt=5

Thursday, December 3, 2009

આવી તારી યાદ, કોને કહું ?



કોયલના ટહુકારે, વીજળીના ચમકારે,
આવી તારી યાદ, કોને કહું ?

જળ રે ભરવાને ગ્યાતા, સખીઓ સંગાથે,
બેડા મેલ્યા'તા અમે નદીયુના આરે,
પાણીના છલકારે, પ્નઘટના પોકારે
આવે તારી યાદ, કોને કહું ?

ગજરાને સમ દીધા મેં, સજવાને કાજે,
નુપૂરને બાંધી લીધા પ્રીતમ મેં આજે
કાજલને સથવારે, કંગનના ખણકારે
આવે તારી યાદ, કોને કહું ?

હૈયું હરખાય આજ, પ્રેમના પ્રતાપે,
ક્યારે મળીશું પ્રીતમ પૂનમની રાતે
અછડતા અડતા રે, સપ્નામાં મળતા રે
આવે તારી યાદ, કોને કહું ?

વિજય રોહિત
મો : 0990 950 2536

Tuesday, November 24, 2009

જવાની છે દીવાની,



જવાની છે દીવાની, પ્રેમની દીવાની

મદમાતું યૌવન ને અધકચરા શમણાં
પ્રણયના પુષ્પો ખીલશે જાણે હમણાં
ન લાગે ભૂખ કે ન માગે પાણી....
જવાની છે દીવાની, પ્રેમની દીવાની

પ્રેમના રંગે રંગાઈ હું વાલમા,
આંખ ખુલી તો પ્રીતમની બાથમાં,
વણ વરસાદે ય હું કેવી ભીંજાણી
જવાની છે દીવાની, પ્રેમની દીવાની

માને ના આ દિલ કોઈ વાતે
મળવું છે તને પૂનમની રાતે
ઘડીમાં મનાવું ઘડીમાં રીસાણી
જવાની છે દીવાની, પ્રેમની દીવાની

- વિજય રોહિત,
મો - 990 950 2536

અસર



આવવાની તુજ આવી ગઈ ખબર
ગામ આખામાં છવાઈ છે અસર

બાગ ના આવો કદી યે મ્હેકતો
કોણ કહે છે કે ફૂલો છે બેખબર

સૌ સજે છે વાન તારા જ થકી
કોઈએ રાખી ન સ્હેજે કઈ કસર

એ જ ઘર ચોરો ફળીયું તો હતુ
તોય લાગે શુષ્ક એ તારા વગર

પ્રેમ તો કર્યો હતો મેં પણ તને
તોય પણ ના થઈ તને એની કદર

- વિજય રોહિત,
મો - 990 950 2536

Friday, November 6, 2009

જો પૂનમને ચાંદ કહું તો..


જો પૂનમને ચાંદ કહું તો,
તને શું કહું ?

નજર ના હટે આ ફૂલ સા ચહેરાથી,
બસ જોઉં તને તો જોતો જ રહું
જો ફૂલને ગુલાબ કહું તો,
તને શું કહું ?

કેવો મધુર ટહુકો છે તારો ?
સાંભળું તને તો સાંભળ્યા જ કરું
જો ટહુકાને કોયલ કહું તો,
તને શું કહું ?

ના થાય સરખામણી તારા રૂપ્ની
તારા મદમાતા યૌવનને પીયા કરું,
જો રૂપ્ને રાધા કહું તો,
તને શું કહું ?

- વિજય રોહિત,
મો - 990 950 2536

Thursday, November 5, 2009

દિલની વાત



દિલની વાત કેવી ન્યારી,
પ્રેમમાં પડોને લાગે દુનિયા સારી

દિવસે રાત ને રાતે સપ્નાં
સપ્નામાં પ્રીતમનો પ્યાર
હું તો ઊંઘમાય પ્રીતમ પર વારી
દિલની વાત કેવી ન્યારી,

કજરારે નેનથી થયા ઘાયલ,
ભૂલી સાનભાન બન્યા પાગલ
તમારી હર એક અદા લાગે પ્યારી
દિલની વાત કેવી ન્યારી,

કહેવું છે તોય કહેવાતું નથી,
મળું છું તો'યે ધરાતું નથી,
આ દિલ પણ કેવું છે અનાડી
દિલની વાત કેવી ન્યારી,

- વિજય રોહિત,
મો - 990 950 2536

...ગમી ગઈ




પહેલી નજરમાં ગમી ગઈ,
વાતમાં વાત બની ગઈ

ન હતું ચેન, ન હતો કરાર
શું હતો તારા નયનનો જાદુ
કે આ દિલમાં ઘર કરી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

કેવી હતી મળવાની આતુરતા,
જાણે પાનખરને વસંતના ઓરતા
પૂછ્યું મળવાનું ને તું હસી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

કુંજગલીમાં કલરવ તારા નામનો
જાણે કોયલનો ટહુકો મારા નામનો
તારા આવવાની વાત બધે વહી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

તને મળવું મારું સપ્નું હતું,
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું હતું,
તને મળ્યોને ઈચ્છા શમી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,

- વિજય રોહિત,
મો - 990 950 2536

Tuesday, November 3, 2009

ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક - ગુજરાતી ગીત-સંગીતનો જલસો, માણવાનું ચૂકતા નહીં







ફીલિંગ્સ એ છેલ્લા અગિયાર વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી મેગેઝિન છે. વિશ્ર્વભરના અગિયાર લાખથી વધુ વાચકો સુધી પહોંચી એક સંપૂર્ણ પારિવારિક સામયિક તરીકે જાણીતું બની ચૂકેલ `ફીલિંગ્સ' મીડિયા ક્ષેત્રે પણ આજે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે આપ્ને વિદિત હશે જ. દિવાળી પર્વ પર મેગા વિશેષાંક બહાર પાડવાની પરંપરાને અનુસરતાં `ફીલિંગ્સ' સામયિકે આ વર્ષે તેના સુજ્ઞ વાચકો માટે દીપોત્સવી અંક તરીકે ગુજરાતી ગીત-સંગીત પર આધારિત મધુર `સંગીત વિશેષાંક' રજૂ કરેલ છે.

જીવનના સંગીત તરફ દોરી જતો `ફીલિંગ્સ'નો આ વિશેષાંક વાચકોને જરૂર ગમશે એમાં કોઇ શંકા નથી. કારણકે જીવન એક એવું સંગીત છે કે જેમાં સૂર અને તાલ બરાબર હશે તો હંમેશાં તે મધુરું બની રેલાતું રહેશે.

આ સંગીતમય વિશેષાંકમાં ગુજરાતી સુગમ સંગીત, લોકસંગીત, ફિલ્મીસંગીત, ધાર્મિક સંગીત, ગરબા અને સંગીત જેવા વિવિધ વિષયો પર જાણીતા લેખકો દ્વારા રસપ્રદ આર્ટિકલની લ્હાણી છે તો 50થી ય વધુ જાણીતા ગુજરાતી ગીતોનો સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત રઈસ મણિયાર દ્વારા જાણીતી સંગીતમય ગઝલોનો આસ્વાદ તમને સંગીતપ્રેમી બનાવી દેશે. તો ગુજરાતી ગીત-સંગીતને જેણે એક નવી ઊંચાઈ બક્ષી છે એવા ગાયકો-સંગીતકાર પુરસોત્તમ ઉપાધ્યાય, મનહર ઉધાસ, મહેશ-નરેશ, પ્રફુલ દવે, સોલી કાપડીયા, આણંદજીભાઈ, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ જેવા ઉત્તમ કલાકારોના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ... આ બધું જ માત્ર એક જ અંકમાં... ફીલિંગ્સના દીપોત્સવી વિશેષાંકમા...

માત્ર ને માત્ર સંગીત પીરસતો આ સુંદર વિશેષાંક સૌના માટે ખાસ કરીને સંગીતરસિયાઓ માટે એક અનોખું સંભારણું બની રહેવા સાથે આજીવન સાચવવાલાયક તેમજ સ્વજનને ગિફટ આપવાલાયક અવશ્ય બની રહેશે.


અતુલ શાહ
તંત્રી,
ફીલિંગ્સ મેગેઝિન

મો : 098253 28488

વિજય રોહિત
સંપાદક
ફીલિંગ્સ મેગેઝિન
મો : 990 950 2536

કૉફી શોપ્ની ગુફતેગુ



હાઈ સ્વીટહાર્ટ,

આપણી પ્રથમ ઓફિશિયલ ડેટ્સ એટલે કૉફી શોપ્ની ગરમાગરમ ગુફતેગુ. જ્યારથી તને મળવાનું નક્કી કર્યું કે મારા રોમે રોમમાં એક ગજબની લ્હેરખી દોડી ગઈ હતી. આવતીકાલે મળવાનું હતું પણ એ આવતીકાલ આવતા વર્ષ જેવી લાગતી હતી. ખબર નહીં પણ કેમ આવુ થયું પણ તારા વિચારમાત્રથી જ હું રોમાંચિત થઈ ઉઠતો ત્યારે આ તો પ્રત્યક્ષ રૂબરૂ મળવાનું હતું, તારી સાથે કોફી પીવાની હતી. અંગત વાતોને પ્રથમવાર શેર કરવાની હતી. એટલે ઉત્સાહ તો એવો હતો કે ક્યારે બીજો દિવસ ઊગે અને તને બધું એક જ પળમાં કહી નાખું. આતુરતા એટલી હતી કે આખી રાત ઊંઘ જ ના આવી. આતુરતા અને વ્યાકૂળતાની પરાકાષ્ઠામાં મનનું પતંગીયુ એટલું ઝડપથી ઊડાઊડ કરતું હતું કો તેને પકડવું મુશ્કેલ હતું. એટલે બીજા વિચારોમાં મન પરોવ્યું કે કાલેહું શું પહેરીશ તો તુ ઈમ્પ્રેસ થઈ જાય...!

હમણાં જ દિવાળી પર લીધેલ નવું કિલરનું ડાર્ક બ્લૂ સ્કીન ટાઈટ જિન્સ સાથે બ્લેક નેકલેસ ટી-શર્ટનો ટ્રાયલ લઈ જોયો કે કાલે તને ગમશે કે નહીં. મારા ફેવરીટ ડિઓડરન્ટની માદકતાને પણ ચેક કરી તારા જ વિચાર કરતો સૂઈ ગયો. સવારે આંખ ઊઘડી ત્યારે આઠના ટકોરા વાગી ગયા હતા. શહેરમાં તો હવે ઓરિજિનલ મૂર્ગાની જગ્યાએ મોબાઈલ બાંગ પુકારતા હોય તેમ સૌને ઉઠાડે છે. જોકે તને મળવાનો વિચાર આવતા જ બધુ મૂકીને ફટાફટ ન્હાઈ-ધોઈને તૈયાર થઈ ગયો. ડિઓડરન્ટની ખુશ્બુથી આખું ઘર મઘમઘાટ થઈ રહ્યું હતું. 10 વાગે તને નાઈસ ટાઈમ કોફી શોપ પર મળવાનું હતું. સમય નજીક આવતો જતો હતો એમ ધબકારાની ગતિ વધતી જતી હતી. તને મળીશ તો શું કહીશ એ બધું પણ મનના એક ખૂણામાં ચાલી રહ્યું હતું. આ વિચારોમાં ક્યારે હું ઘરની બહાર નીકળ્યો એ પણ ખબર ના રહી. જોકે રસ્તામાં ફ્લાવર શૉપ જોઈ કે તરત જ તારા માટે રેડ રોઝ લીધું, આપણી પ્રથમ મુલાકાતમાં તને પ્રેઝન્ટ કરવા. દસ મિનિટમાં જ કૉફીશોપ પર પહોચી ગયો. તું બહાર જ ઊભી મારા માટે વેઈટ કરતી હતી.

આજના મોર્ડન યુગમાં પણ આધુનિક શોર્ટસ કે જિન્સની જગ્યાએ મોરપીંચ્છ કલરમાં, પહેલી નજરમાં જ ગમી જાય એવી એમ્બ્રોઈડરી સાથેના કૂર્તા-પાયજામા અને વ્હાઈટ ઓઢણીમાં તારી નજાકત, તારુ સ્મિત કોઈને પણ ઘાયલ કરી દે એવું હતું.


પહેલી નજરમેં કૈસા જાદુ કર દિયા..
તેરા બન બૈઠા હૈ મેરા જિયા...


હાઈ-હેલોની ફોર્માલિટી સાથે બંનેની આંખમાં જે મળવાનો ઉત્સાહ અને ઉમંગ હતો એ સ્પષ્ટ વર્તાતો હતો. એ ઉત્સાહની હેલીને હાથમાં પરોવી કોફીશૉપ્ના લાસ્ટ ટેબલ પર સામ સામે એ રીતે ગોઠવાયા કે જેથી આંખમાં આંખ પરોવીને વાત થઈ શકે. કોફીનો ઓર્ડર આપી દીધો હતો, પણ વાત કોણ અને ક્યાંથી શરુ કરે એની દ્વિધા બંનેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી. આખરે તેં મૌનના દરવાજા તોડીને કોયલની જેમ ટહુકો કર્યો કે તું રોજ કોફી પીએ છે કે ચા ? ચા અને કૉફી ખરેખર આવા સમયે ખૂબ કામ લાગે. અમારી વાતની શરુઆત તો થઈ. મેં કહ્યું, આમ તો ઘરે હું ચા જ પસંદ કરું છું પણ બહાર હોઈએ ત્યારે મિત્રો સાથે અહીં કોફી પીવા આવીએ છીએ. તું ઘડીકમાં ચૂપકીથી મારી સામુ જોઈ લેતી તો ઘડીકમાં હું તારી નજર ચુરાવીને તને નિરખી લેતો પણ હૃદયના ધબકારા એટલી ગતિ પકડી ચૂક્યા હતા કે બીજી શું વાત કરવી એ કાંઈ સૂઝતું જ ન હતું. જોકે આજના મોર્ડન ટ્રેન્ડમાં તો છોકરીઓ એટલી તો ફોરવર્ડ હોય છે જ એટલે જ કદાચ તુ મારા કરતાં વધારે સાહજિક લાગતી હતી. તેં ફરી મને પૂછ્યું કે તમને શું ગમે છે ? મને લાગ્યુે હવે ચાન્સ છે આપણી બેટિંગનો. એટલે કીધું કે મને સંગીત ખૂબ જ પ્રિય છે. એ મારું જીવન કહી શકાય. ખાસ કરીને ગુજરાતી ગીતો-ગઝલો મને બહુ જ ગમે છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ સૈફ પાલનપુરીની નઝમ


શાંત ઝરુખે વાટ નિરખતી રુપ્ની રાણી જોઈ હતી.
મેં એક શહજાદી જોઈ હતી,
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજ્ળ હસતું હતું,
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું'તું.


મારી ફેવરીટ છે, વારંવાર સાંભળું છું. એને પણ મેં પૂછ્યું કે તારી ફેવરીટ ગઝલ કઈ છે ? કારણ હું જાણતો હતો કે એને પણ ગુજરાતી ગીત-ગઝલમાં મારા જેટલો જ રસ છે. કોલેજ ડેમાં એણે હરિન્દ્ર દવેનું ગીત
પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા એટલું સરસ ગાયું હતું કે તે દિવસે છવાઈ ગઈ હતી. ત્યારથી જ હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો. જોકે, ધીરે ધીરે પણ જેમ ગુલાબની કળી ખીલતી જાય એમ અમે બંને હવે વધુ ખૂલી રહ્યા હતા. મોસમની નજાકત જોઈને મેં એને ગુલાબ આપ્યું. તારો સસ્મિત સૂચક રિપ્લાય ઘણું બધું કહી જતો હતો. અને વાત વાતમાં તેં અદી મિરઝાની તારી ફેવરિટ ગઝલ...


પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ લીધું છે સાચવીને રાખજો...


કહીને પ્રેમના આ સંબંધને સાચવવાનો આડકતરો સંદેશો પણ આપી દીધો અને મને ગમ્યો પણ. પછી તો ગમતી ગઝલ, મનપસંદ ફૂડ, ફિલ્મસ અને ફેવરિટ આઈટ્મ્સના લિસ્ટમાં ક્યારે એકબીજાના દિલમાં પણ ફેવરિટ થઈ ગયા એની ખબર ન પડી.

પ્રતિક્ષણ તને મિસ કરતો
તારો ખાસ ફ્રેન્ડ,

વી.જે.

વાંસળી વાગે ને






વાંસળી વાગે ને દોડે રાધા,
અડધી રાતે તને શોધે ક્યાં કાના ?

ઘડીમાં ગોકુળ, ઘડીમાં મથુરા
તારા ક્યાં કદી હોય ઠેકાણા
તને આવ્યો ન લગીરે વિચાર,
એ આવે કેમના છાનામાના
વાંસળી વાગે ને દોડે રાધા...

માખણ ચોરે ને ચોરે સૌના દલડાં
મટકી ફોડીને સૌ ચાલ્યા જમના
તને આવ્યો ન લગીરે વિચાર
કે ગોપીની વાત કોણ માનવાના
વાંસળી વાગે ને દોડે રાધા...

માયા લગાડી'તી શું કરવા
જો જાવું જ હતું તારે મથુરા
તને આવ્યો ન લગીર વિચાર
કે તારા વિના રાધા કેમ જીવવાના ?
વાંસળી વાગે ને દોડે રાધા...

Thursday, September 10, 2009

પ્રેમપત્ર



પ્રિયે,
હજી ગઈકાલે જ મળીને છૂટા થયા, તોય આજે પાછા વિરહની વેદનામાં કેમના શેકાયા ? તને લાગતું નથી કે પ્રેમનો અગ્નિ બરાબર તપી રહ્યો છે ?

મિનિટે-મિનિટે તારી પ્રતીક્ષાને, દરેક વસ્તુમાં તારો આભાસ...! કેવો ચમત્કાર ! જાણે સર્વત્ર તુ જ પુરબહાર. વસંતની મોસમ સોળે કળાએ ખીલી છે, પ્રેમને જવાનીનો નશો ચડ્યો છે ત્યારે આ પ્રેમ વિશે ટૂંકમાં કહું તો એટલું જ કહેવાય કે,
પિયા રે, પિયા રે... પિયા રે પિયા રે...
તારા બિના લાગે નહીં મારા જિયા રે...

ડિયર, પ્રેમની આ અનુભૂતિનો આનંદ જ કંઈક ઓર છે. કયારેક એ દર્દ-એ-દાસ્તાન હોય છે તો ક્યારેક મનગમતી ઈચ્છાઓનો અવસર. પ્રેમ વિશે શબ્દો પણ કેટલું કહી શકે, અને સાચું કહું, જ્યારે અનુભૂતિની વાત આવે ત્યારે શબ્દો હાંફી જાય. પ્રેમ વિશે ઘણી વાતો લખાઈ હશે, સાંભળી હશે છતાં પ્રેમ હંમેશાં એવરગ્રીન જ હોય છે. પ્રેમ ક્યારેય ઓલ્ડ થતો નથી, આઉટડેટેડ થતો નથી. આમ તો પ્રેમના મહાસાગરમાં સૌને છબછબીયાં કરવા ગમે, કારણ પ્રેમની અનુભૂતિ મેળવવા જ એક ફૂલ ઉઘડે છે, ચંદ્ર ખીલે છે. તારો પ્રેમ આ ફૂલ અને ચંદ્રમા જેવો છે જેટલો પામું છું એટલો જ વિસ્તરું છું, ખીલું છું.

પ્રિયે, પ્રેમમાં બોલવાનું ઓછું ને સમજવાનું ઘણું હોય છે. આંખો બોલતી હોય છે અને હોઠ વાંચતા હોય છે. પ્રેમનો પમરાટ આંખના ભાવવિશ્ર્વ પર અવલંબે છે. યાદ છે જ્યારે આપણે પ્રથમવાર એકબીજાને જોયા હતા ત્યારે શબ્દોએ મૌન ઘારણ કરી લીધું હતું અને આંખોને વાચા ફૂટી હતી. મારી આંખોની મદહોશી તને પ્રેમનું ઈજન આપી રહી હતી કે,

આંખના મોઘમ ઈશારા સમજજો,
પ્રેમના પ્રથમ વર્તારા સમજજો,
ના કહીને પણ ઘણું કહી જાય છે,
એ મસ્તીના મીચકારા સમજજો.

પહેલી મુલાકાતમાં ભલે વાત ન હતી થઈ પણ બીજી મુલાકાત માટેની ઓલ ડેટ્સ ઓપ્ન જેવી એપોઈન્ટમેન્ટ તારી આંખોએ આપી દીધી હતી.

સ્વીટહાર્ટ, આજે આ ર્ફ્સ્ટ લેટરમાં આપણી પહેલી આંખોની મુલાકાત વર્ણવી છે, હવે પછી આપણી પહેલી કોફી શૉપ્ની આહ્લાદક મુલાકાતની રોમાન્સભરી સ્ટોરી શબ્દરૂપે તને ગીફ્ટ કરીશ, ત્યાં સુધી બાય.

પ્રતિક્ષણ તને મિસ કરતો
તારો ખાસ મિત્ર
વી.જે.
Note : Your Comments are welcome with your name

Monday, July 27, 2009



આ વરસાદ એ ખરેખર તો પાણીના બિંદુ નથી પણ કેટલીય આશાઓ,
આસ્થાઓ અને શ્રદ્ધાની ભક્તિનો પરસાદ છે. એનો લહાવો લેવું
એ સૌના નસીબમાં નથી હોતું,

એટલે તો હિતેન આનંદપરા કહે છે કે,
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડા જણને આવું પરવડે વરસાદમાં

અમુક વ્યક્તિઓને પ્રકૃતિ સાથે જાણે સંબંધ જ ન હોય એમ લાગે.
હજી વરસાદની શરૂઆત થઈ ના હોય ત્યાં રેઈનકોટ, છત્રી તૈયાર જ રાખે. રખેને આજે જ દેવા માંડે તો...
કેટલાકને તો વળી વરસાદમાં પાણીથી, ભીંજાવાથી, બહાર નીકળવાનું મન ન થાય આવી ઘણા બધા પ્રકારની એલર્જી હોય છે. પણ મિત્રો આવી બધી જ એલર્જીના આવરણરૂપી રેઈનકોટને એકવાર ફગાવી દો અને મુક્ત ગગનના પંખી કે પેલા બાળપણમાં ચડ્ડીભેર ન્હાતા હતા એવા બાળકને યાદ કરી ભીંજાજો......
અને હળવેથી તમારા દિલને પૂછજો, `અબ કૈસા Feel હો રહા હૈ ?

'મને ખાતરી છે કે જવાબ કાંઈક આવો જ મળશે...
I really feel better.


વિજય રોહિત,
મો : 0990 950 2536

રેઈનકોટ



ભર વરસાદમાં કોરાકટ્ટ જતાં એક સજ્જનને વાદળીએ
ધીરેથી પૂછ્યું,``વાહ, તમે તો સાવ કોરા ને કોરા રહ્યા''
સજ્જને ઠાવકાઈથી જવાબ આપ્યો, `આ બ્રાન્ડેડ રેઈનકોટનો કમાલ છે.'
એટલે ફરી વાદળીએ ધીરે રહીને સજ્જનના કાનમાં કહ્યું, `હે માનવી, જરા આ તરફ નજર નાંખ. આ ગિરીકંદા, નદી, નાળા, વૃક્ષ, ઝરણાં, મયૂર સર્વના હૈયા ભીંજાઈ રહ્યા છે. હવે તું વિચાર કે જો આમાંથી કોઈ એક પણ રેઈનકોટ અપ્નાવે તો તારું શું થાય ?
વિજય રોહિત,
મો : 0990 950 2536

મિત્રો,
શ્રાવણ જેવો પવિત્ર માસ અને ઝરમર વરસાદ વરસતો હોય, મંદિરોમાંથી ઓમ નમ: શિવાયના જાપ જાણે પ્રકૃતિ જપી રહી હોય એવો પડઘમ વરસાદના સૂરમાં ભળીને રેલાતો હોય અને ચારેકોર આ દિવ્યતાના એહસાસમાં ભીંજાયા વિના કોણ રહી શકે ?


મિત્રો, વરસાદમાં ભીંજાવું સહેલું નથી. આજે માણસે ઘણાં બધા પ્રકારના આવરણો, રેઈનકોટો પહેરી લીધા છે. કોઈએ સત્તાનો રેઈનકોટ પહેર્યો છે, કોઈએ સંપત્તિનો, કોઈએ દંભનો તો કોઈએ ઈર્ષ્યાનો રેઈનકોટ પહેર્યો છે એટલે ગમે તેટલો ધોધમાર વરસાદ પડે તોય માનવજાત ભીંજાતી નથી.હકીકતમાં એની ભીંજાવાની દાનત પણ નથી હોતી. બસ નોકરી, ધંધો, ઘર, મારું, તારું એમાંથી ફૂરસદ મળે તો ભીંજાય ને !


અરે આવા આહ્લાદક વાતાવરણમાં પણ એ પ્રકૃતિની મજા એસી રૂમમાં બેસીને ટીવી પર માણે છે. પોતાને સૌથી બુદ્ધિશાળી ગણતા આ માનવીને કોણ સમજાવે કે એકવાર ભીંજાઈશ તો આ બધાજ આવરણો અને રેઈનકોટો પહેરવાની જરૂર નહીં પડે, જ્યારે તારા અંદરનો માંહ્યલો મોર બની નાચતો હશે ત્યારે એસીમાં બેસવાની જરૂર નહીં પડે અને ત્યારે શક્ય છે કે એક સામાન્ય માનવ પણ રસિકજન કે કવિ બની જાય.....


શું કહો છો દોસ્ત...!


વિજય રોહિત,
મો : 0990 950 2536




આ વરસાદ પણ કેટલો રંગીન હોય છે.
એ ફક્ત આકાશમાંથી પાણી નથી વરસાવતો,
સ્નેહની અમૃતધારા વરસાવે છે.
જેમ માં એના દીકરાને વહાલથી સ્નાન કરાવે
એમ ઝાડ-પાન, નદી, પર્વત, મોર સૌને
એ સ્નાન કરાવી નવપલ્લવિત કરે છે.


મિત્રો, આ પ્રકૃતિના સર્વે પ્રતીકો વરસાદની
આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
તેમને ભીંજાવું ગમે છે, ભીંજાવાનો
એક નશાની જેમ આનંદ માણે છે.
એટલે જ એ હંમેશાં તરોતાજા અને જુવાન હોય છે.
પણ મિત્રો જેને વરસાદ જોઈને પણ
ભીંજાવાનું મન થાતું નથી એ ભર જવાનીએ
વૃધ્ધ સમાન જ છે. જ્યારે અવસ્થા ભલે પાનખરની
હોય પણ પહેલા વરસાદમાં જ જો ભીંજાવા દોડી જાય
તો સમજજો કે કાગળની હોડી બનાવીને છબછબીયા
કરતો એ બાળક હજી એનામાં જીવતો છે.


- વિજય રોહિત,
મો : 0990 950 2536

વરસાદમાં



એક છોકરી ભીંજાય છે વરસાદમાં
અને છોકરો ખીજાય છે વરસાદમાં

આમ એકલા ભીંજાવાનું થોડું ચાલે,
એટલે છોકરો રિસાય છે વરસાદમાં

છોકરીને ય ભીંજાવું છે એની સોડમાં
પણ કહેતા શરમાય છે વરસાદમાં

છોકરાએ રેનડાન્સ માટે કર્યું પ્રપોઝ
અને હવે શરમ ભીંજાય છે વરસાદમાં

છોકરીના પ્રેમમાં આવી છે રેલમછેલ
અને બે દિલ એક થાય છે વરસાદમાં

વિજય રોહિત,
મો : 0990 950 2536

Wednesday, July 22, 2009

તું ગમે છે મને ઓ મીસ








એક છોકરાની ઉંમર છે વીસ,

એને ગમી છે એક બ્યુટીફુલ મીસ.



છોકરાનો પ્રસ્તાવને ફ્રેન્ડશીપ્ની ભીંસ,

એટલે છોકરીએ કીધું બાગમાં મળીશ.



છોકરાના હૈયે થાય પાંચને પાંચ વીસ,

છોકરીને મળવા તેણે લીધું નવું ખમીસ.



આતુર છે મળવા, કયારે વાગે ચાર ને વીસ,

વિચારે છે મળતાંની સાથે પહેલું શું કહીશ ?



ફફડતા હૈયે કહે છે, તું ગમે છે મને ઓ મીસ,

ચાલ એ વાત પર કરવી છે એક લવલી કીસ.




- વિજય રોહિત, મો : 9909502536

Tuesday, July 21, 2009

પ્રિયે તને મારા સમ,




પ્રિયે તને મારા સમ,
સાચું કહેજે તને ભીંજાવાનું થાય મન...

આ વાદળોની આગોષમાં
કેવી લપાય છે વીજળી,
સાચુ કહેજે આ ઝરમરતા વરસાદમાં
તને વીજળીની જેમ વીંટાવાનું થાય મન...
પ્રિયે તને મારા સમ...

વરસાદના ફોરે ફોરે ઊઠે,
પ્રેમની ઈચ્છાઓનું ઘોડાપૂર
સાચું કહેજે આ ટીપાઓ કરે છે
તારા દિલને નોક,
પ્રિયે, તને ફૂલની જેમ ઊઘડવાનું થાય મન...
પ્રિયે તને મારા સમ...


ક્યારેક વરસે તો ધોધમાર,
તો ક્યારેક સાવ કોરુકટ
સાચું કહેજે ઝાપટાંની આ મોસમમાં,
તને હેલીની જેમ વરસવાનું થાય મન....
પ્રિયે તને મારા સમ...

- વિજય રોહિત, મો : 990 950 2536

ચાલ પલળીએ ડિયર વરસાદમાં,




ચાલ પલળીએ ડિયર વરસાદમાં,
ભીંજવીએ હૈયાને રસધારમાં...

આ ઝરમર વર્ષાનું સંગીત
અને વાદળ ને વીજળીનો રોમાન્સ
ચાલ માણીએ ડિયર વરસાદમાં...
ચાલ પલળીએ ડિયર વરસાદમાં,

આ મોરનો ઉત્સાહ તો જો,
આગમન પહેલાં જ નાચે છે તાનમાં
અને તે બેઠી છે ટીવીના બાનમાં,
ચાલ પલળીએ ડિયર વરસાદમાં,

- વિજય રોહિત, મો : 990 950 2536

કોણે ના પાડી ?




આવી શકો તો આવો, કોણે ના પાડી ?
દિલમાં પ્રેમની ફસલ વાવો, કોણે ના પાડી ?

તમારી દિલફેંક અદાના દીવાના છે અમે,
અંબોડે ગલગોટો લગાવો, કોણે ના પાડી ?

અમોને ઉત્સુકતા છે તમારા આમંત્રણની,
ક્યારેક તો ચા પીવડાવો, કોણે ના પાડી ?

આહ ! શું કામણગારા નયન છે તમારા !
કોકવાર તો કાજળ લગાવો, કોણે ના પાડી ?

અઢી અક્ષરના શબ્દો જ ઝંખના અમારી
એકાદવાર તો ILU સંભળાવો, કોણે ના પાડી ?

- વિજય રોહિત, મો : 990 950 2536

તો શું થયું ?



તને ચાહવો લાગ્યો તો શું થયું ?
તુ ના હસી છતાં હસ્યો તો શું થયું ?

તારી ના પણ ના વિચલાવી શકી મને,
એક તારો હાથ માગ્યો તો શું થયું ?

હું હંમેશાં ખોવાયેલો રહ્યો સપ્નામાં,
હવાના ઝોકાંની માફક અડ્યો તો શું થયું ?

તારા વિના ગમે ના એક પળ મને હવે,
હું મન મૂકીને પાછળ પડ્યો તો શું થયું ?

તું હંમેશાં લીધા કરે મારી પરીક્ષા,
એક દિવસ હું તને નડ્યો તો શું થયું ?

ભલે લોકો કહે પ્રેમ આંધળો હોય છે,
મેં મજનુ માફક પ્રેમ કર્યો તો શું થયું ?

- વિજય રોહિત, મો : 990 950 2536

સપના




ચાલ સપ્નાને સજાવી જોઈએ,
ઊંઘ ને હવે ફોસલાવી જોઈએ.

એ રિસાઈ છે તમારા માટે જ,
હાથ ફેરવીને મનાવી જોઈએ.

આંગણે ગુલાબ તો છે જ બધે.
એક બે બાવળ વાવી જોઈએ.

ભૂલથી ભૂલ્યા હશે એ રાહને,
કોઈને સાચો રાહ બતાવી જોઈએ.

કોણ ના ચાહે `વિજય'ને અંહીયા,
પહેલાં પરાજય પચાવી જોઈએ.

- વિજય રોહિત,
મો : 990 950 2536

પ્રેમના તોલ-માપ

વેઠ્યા છે જિંદગીના ટાઢ-તાપ કદી ?
લાગ્યા છો આફતે કોઈને કામ કદી ?

પ્રેમની વાતો બધી બોદી જ હોય અહીં,
પ્રેમના ક્યાં હોય છે તોલ-માપ કદી.

મને તો સંભળાય છે પ્રકૃતિનો સાદ અહીં,
તમે સાંભળ્યા છે વૃક્ષોને ફૂલોના જાપ કદી,

ઓછું બોલીને તું સાચવ સંબંધ અહીં,
મીઠા ઝાડના મૂળિયાં ન કાપ કદી.

- વિજય રોહિત,
મો : 990 950 2536

રામ જાણે !

કોણે રચ્યા હશે દિવસ-રાત, રામ જાણે !
કયા છે નિર્દેશકનું આ કામ, રામ જાણે !

સૂર્ય, ચંદ્ર, તારલાને ગ્રહો રમે આકાશમાં !
કોણે ચૂકવ્યા હશે એમને દામ, રામ જાણે !

ઊગવું, આથમવું, ભરતી-ઓટ કેટલું ચોક્કસ !
કોની હશે આ ગણતરી તમામ, રામ જાણે !

આ ફૂલો, પંખીને વૃક્ષો કેટલા પરગજુ છે !
એ ક્યારેય લે છે ખરા આરામ, રામ જાણે !

બે શોધ શું કરી ખુદને ઈશ્ર્વર સમજે છે,
એ કેમ કરે છે ચક્કાજામ, રામ જાણે !

- વિજય રોહિત, મો : 990 950 2536

ગઝલમાં

કાફિયા ને રદિફના સંભળાય નાદ ગઝલમાં,
મત્લાથી મક્તાના શેરનો થાય સંવાદ ગઝલમાં.

ક્યાં સરળતાથી રચાતા હોય છે શેર ગઝલમાં,
કેટલું રાખવું પડે છે સૌને યાદ ગઝલમાં.

રદીફ તો એક નો એક જ હોય છે ગઝલમાં,
કાફિયાનો જ હંમેશાં હોય છે વિખવાદ ગઝલમાં

આમ તો હૈયાની વાત જ લખાય છે ગઝલમાં,
વિશ્ર્વાસ છે કે એક દિ મળશે દાદ ગઝલમાં.

ગાલગાગા અને લગાગાગાનો મહિમા છે ગઝલમાં,
મને જાળવજો, અરૂઝની છે ફરિયાદ ગઝલમાં.

પ્રખ્યાત થવાના લાભ પણ થાય છે ગઝલમાં,
હવે ન પૂછ કેમ થાય શાયર આબાદ ગઝલમાં.

મરીઝને ઘાયલ તો બની ગયા અમર ગઝલમાં,
ક્યારે સંભળાશે `વિજય'નો સાદ ગઝલમા


- વિજય રોહિત, મો : 990 950 2536

મા



તરબતર લાગણીનું નામ છે મા,
સદા નીકળે દુઆ એ ધામ છે મા.

દુ:ખના દરિયે સુખ ને આરામ છે મા,
ટાઢ, તડકેને વરસાદે એક વિરામ છે મા.

ક્રિશ્ર્નને પણ વહાલું એક નામ છે મા,
દુનિયાના બધા સુખોનું ધામ છે મા.

ઈશ્ર્વરનું બચી રહેલું કામ છે મા,
વિજયના શતશત પ્રણામ છે મા.


- વિજય રોહિત,
મો : 990 950 2536

ઈમારત કાંઈ એમ જ નથી બનતી

ઈમારત કાંઈ એમ જ નથી બનતી,
ઘણો ભોગ આપે છે પાયાના પથ્થરો,

એક એક પથ્થરનું બલિદાન છે આ ઈમારત,
છતાં લોકો ભૂલી જાય છે પાયાના પથ્થરો,

ગંગનચુંબી ઈમારત બધાને ગમે છે,
બની ગયા પછી ક્યાં આવે પાયાના પથ્થરો

સફળતા પણ જીવનમાં એમ જ નથી મળતી,
નિષ્ફળતાના રૂપમાં હોય છે પાયાના પથ્થરો.

એક સફળ વ્યક્તિની જીવનપોથી ખોલજો,
જોવા મળશે ગુમનામ કેટલાય પાયાના પથ્થરો.

`વિજય' મેળવવો હોય તો બાંધી લો જીવનમંત્ર,
શોધી લાવજો મજબૂત એવા પાયાના પથ્થરો.

- વિજય રોહિત, મો : 990 950 2536


બનાવટી સ્મિત પાસે જ રાખે છે
જુઠ ઉપર જુઠ આપે જ રાખે છે

દંભના હોલસેલ વેપારી છે એ,
ઈર્ષ્યા ને વેર સાથે જ રાખે છે.

સૃષ્ટિ બની ગઈ છે ડામાડોળ,
તોય ઝાડપાન કાપે જ રાખે છે

કોઈ માટે સમય નથી એની પાસે,
દુનિયાભરનો ભાર માથે જ રાખે છે.

એમ ઈશ્ર્વર થોડો સસ્તામાં મળે,
તોય રામનામ જાપે જ રાખે છે.

કરું છું અઢળક પ્રેમ એ છતાંય,
રોજ ફૂટપટ્ટીથી માપે જ રાખે છે.

- વિજય રોહિત, મો : 990 950 2536

બુદ્ધિ અને દિલમાં વેર છે



આમ તો દ્ષ્ટિ દ્ષ્ટિમાં ફેર છે
ને બુદ્ધિ અને દિલમાં વેર છે

ગામની હવા નથી ફાવતી હવે
એટલે જો ને ઠેકઠેકાણે શહેર છે.

તને ફાવશે સલામો ભરવાનું
બાકી આપણને કીધું તો ખેર છે

ગમે ત્યાં શોધો સુખ અને શાંતિ
પણ સાચુ સુખ તો મારે ઘેર છે

- વિજય રોહિત, મો : 990 950 2536

Monday, July 20, 2009

નશો એ સાંજનો કે તારો હતો ?



એ સાંજનું મળવું કેવું હતું ?
દ્શ્ય એ આંખમાં ભરી લેવું હતું
નશો એ સાંજનો કે તારો હતો ?
હજી એ ભ્રમમાં જીવવા જેવું હતું.
- વિજય રોહિત,
મો : 990 950 2536

પ્રેમીઓ બહાનાને તરસે છે.



તમે માનો છો મેઘથી વરસાદ વરસે છે,
હકીકત એ છે કે મોરના ટહુકાને તરસે છે

આ વાદળો ગભરાય છે વીજળીના ચમકારથી,
હકીકત એ છે કે ધરતીના મિલનને તરસે છે.

આ પ્રેમ ઊભરાય છે વરસાદના આગમનથી,
હકીકત એ છે કે પ્રેમીઓ બહાનાને તરસે છે.

આ દુનિયા છે સફળતાની દિવાની,
હકીકત એ છે કે, બધા `વિજય'ને ઝંખે છે.-

વિજય રોહિત, મો : 990 950 2536

દુ:ખમાં સૌ સંબંધો પરખાય છે અહીં



શબ્દોના બજાર ભરાય છે અહીં,
વિધાનો સસ્તામાં વેચાય છે અહીં,

ક્યાં રહી છે મૂછના વાળની કિંમત અહીં,
આબરૂની બોલી સરેઆમ બોલાય છે અહીં,

હવે નથી રહ્યો સ્હેજેય મોહ આ તનનો,
દર્દ કરતાં દવાઓ વધુ ઠલવાય છે અહીં,

કોણ કહે છે કંસ ને રાવણ પાપી છે,
જુલ્મ તો એનાથીયે વધુ થાય છે અહીં

મિત્ર કોણ છે, શત્રુ કોણ છે ખબર નથી,
દુ:ખમાં સૌ સંબંધો પરખાય છે અહીં

- વિજય રોહિત, મો : 990 950 2536

કરોડપતિ થવાની કેવી ધમાલ છે,



કરોડપતિ થવાની કેવી ધમાલ છે,
કેબીસી ને દસ કા દમની બબાલ છે

બધાને થવું છે જલદીથી કરોડપતિ,
પ્રોબ્લેમ એ છે કે થોડા અઘરા સવાલ છે.

કોઈ બને કે ના બને કરોડપતિ,
બિગ બી અને કિંગખાન માલામાલ છે.

જો ચૂકી ગયા હો તો `વિજય'ના છે ચાન્સ,
એકદમ સહેલા, પાંચવી પાસના સવાલ છે.

- વિજય રોહિત, મો : 990 950 2536

મૌનની પણ કેવી ભાષા હોય છે





મૌનની પણ કેવી ભાષા હોય છે,

લાગણીની આ જ પરિભાષા હોય છે

અમે ઝંખીએ છીએ કેવળ પ્રેમના શબ્દો,

અમારી કયાં બીજી કોઈ અભિલાષા હોય છે.

- વિજય રોહિત, મો : 9909502536

આયનાઓ પણ ક્યાં હવે સાચું બોલે છે ?

સીધી વાતોમાં પણ ફેરવે છે ગોળગોળ,
દુ:ખે પેટને માથુ કુટે તો કહેવું કોને ?

આયનાઓ પણ ક્યાં હવે સાચું બોલે છે ?
પણ તસવીર ફૂટે તો કહેવું કોને ?

ક્યાં છે આમલી-પીપળી ને આઈસ-પાઈસ,
આ બાળપણ એમ જ છૂટે તો કહેવું કોને ?

સ્થિતિ પણ ક્યાં બદલાય છે `વિજય',
એક સાંધુ ત્યાં તેર તુટે તો કહેવું કોને ?

- વિજય રોહિત, મો : 9909502536

ભીંજાય છે રાધા આજે પણ પ્રેમમાં



પ્રેમમાં પડવાનો આનંદ જ ઓર છે,
ઋતુઓમાં જાણે વસંત `શિરમોર' છે.

પ્રેમનો લહાવો નસીબદારને જ મળે,
એનો નશો પણ શરાબથી `મોર' છે.

હર એક યુગનું મિલન છે પ્રેમ,
પ્રેમમાં દરેક ક્ષણ `વન્સ મોર' છે.

પ્રેમનો અંત ક્યારેય હોતો નથી સુખદ
એમાં કયાંક આગ તો ક્યાંક `વોર' છે.

ભીંજાય છે રાધા આજે પણ પ્રેમમાં
પણ, કાનુડો ક્યાં `ચિતચોર' છે.-

વિજય રોહિત `મૌલિક',
M : 0990 950 2536

લજામણી શું શરમાય છે.



વિચારોના વાદળા બંધાય છે,
ત્યારે શબ્દરૂપી ગઝલ રચાય છે.

રદીફને ક્યાં વાંધો હોય છે,
કાફિયા ગમે તેટલા બદલાય છે.

સંસારમાં બધા સંબંધો સમજાય છે,
તો'યે માણસજાત ક્યાં ઓળખાય છે.

મક્કમ મનના માનવીની પણ,
દુ:ખમાં જ કસોટી થાય છે.

અમારા સ્પર્શની નજાકત તો જુઓ,
હાથ લગાડું ત્યાં લજામણી શું શરમાય છે.

વાત નીકળી છે તો દૂર સુધી જશે,
આખરે વિચારોનો જ `વિજય' થાય છે.

- વિજય રોહિત, મો : 990 950 2536

વહુ ને વરસાદ કેમ વગોવાય છે ?

શહેરમાં વરસાદે કેવો ત્રાસ ફેલાય છે,
જ્યાં જુઓ ત્યાં ગંદકી ને ગટરો ઊભરાય છે

રસ્તાઓ ટૂટી જાય ને પડે છે ગાબડાં,
ગાડીમાં દોડનારા ધક્કા મારીને જાય છે.

કશું નક્કી નથી હોતું ક્યારે વરસશે એ,
તોયે છૂટવાના સમયે નક્કી દેખાય છે.

ભલે વરસે એ મૂશળધાર ને લાવે એ પૂર,
તોયે ભજિયાં તો વરસાદે જ ખવાય છે.

જરૂર હોય એટલો વરસે તો બધાને ગમે,
નહીં તો ચેનલે અને છાપે ચડાવાય છે.

સંસારચક્ર ચલાવવા જરૂરી છે એનું આગમન,
તોય વહુ ને વરસાદ કેમ વગોવાય છે ?

- વિજય રોહિત, મો : 990 950 2536