Wednesday, March 10, 2010

હોળી-ધૂળેટી `રંગ બરસે' સ્પેશિયલ








 































Kavi : Naishadh Makwana (DEO), Dr. Dinaben Shah, Bharat Bhatt 'Pavan', Dinesh Dongre 'Nadan', Nirav Vyas, Pratapsinh Dabhi 'Hakal', Vijay Rohit 
Anchored by : Vijay Rohit    Date : 28-2-2010, Sun, Holi-Dhuleti Occasion

આ હોળી-ધૂળેટી પર્વ પર શબ્દવૈભવ ગ્રૂપ દ્વારા `રંગ બરસે' ગીત-સંગીત અને મુશાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રજૂ કરેલ ગઝલ, કવિતા અહીં પ્રસ્તુત કરું છું.

રંગીશું કયો રંગ

તારા ગુલાબી ગાલોમાં પડેલા ખંજનના સમ,
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ

રંગોની કેવી મહેફિલ જામી છે તારા ચહેરા પર
જાણે અષાઢી ઈન્દ્રધનુષ ફાગણના મેળા પર
સાચુ કહું તો રંગ ન હોવાનો આજ થાય મને ગમ,
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ

વસંતની માદકતા અને ફૂલોની દીવાનગીએ કર્યા બેહાલ
કહો તો સ્નેહથી, ના કહો તો હકથી લગાવીશું આજ ગુલાલ
ગુલાબને ગુલાલ લગાડવાનો આજ હૈયે છે ઉમંગ
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ

તારા ગુલાબી ગાલોમાં પડેલા ખંજનના સમ,
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ



કોણે ના પાડી ?

આવી શકો તો આવો, કોણે ના પાડી ?
પ્રેમની ફસલ તો વાવો, કોણે ના પાડી ?

ભૂલી જશો પલભરમાં સઘળા દુખોને
પ્રેમગીત કોઈ ગાવો, કોણે ના પાડી ?

ચ્હેરો પ્રતીક્ષામાં છે રંગાવા આજે
કોઈ કલર તો નાખો, કોણે ના પાડી ?

કહેતા હતા કે સઘળા રંગો નાખીશું
તો આજ કાં શરમાવો, કોણે ના પાડી ?

આ `રંગ બરસે'માં કેટલા રંગો વરસ્યા
તાળી હવે તો પાડો, કોણે ના પાડી ?

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com
web : www.vijayrohit.blogspot.com