Tuesday, December 22, 2009

જ્વાલા















દિલની વાત રાખો ના દિલમાં ભરી
નહીં આવે પછી મોકો આવો ફરી

ગુસ્સો નાક પર રાખે કાયમ અને
દિનકરથી ય વધુ જ્વાલા છે એમની

મળવાની ઈચ્છા ના હોય તો ના કહો
રાતે કેમ આવો છો સપ્ના થકી

તેં શણગાર કર્યો છે કાજલ વેણીનો
આવ્યા છે અમે સઘળી ઈચ્છા સજી

ના સમજી કિંમત તારી મારા દિલે
લે શહેનાઈ વાગીને આંખો રડી

માનવ લાગણી ને ઈચ્છાનો પૂળો
થોડી આગ મૂકી કે ભડકે બળી

છંદવિધાન : ગાગાગાલ ગાગાગાગા ગાલગા

વિજય રોહિત
મો : 0990 950 2536

2 comments:

  1. Hu to thakyo Dil ni vato kari kari...
    Pan ae kya samje chhe,
    Na vadhu k na jari jari...!!

    ReplyDelete
  2. સરસ ગઝલ, વાંચવી ગમી,
    "માનવ લાગણી ને ઇચ્છાનો પૂળો,થોડી આગ મૂકી કે ભડકે બળી"
    સારો છે આ શેર.
    વાંચો મારા કાવ્ય
    આભાર,હિમાન્શુ પટૅલ.મળૉ મને @
    http://himanshupatel555.wordpress.com

    ReplyDelete