Wednesday, December 9, 2009

નજર



તમારી દુવાની અસર છે
દવાથી વધુ કારગર છે

ભલે ના કહો બ્હારથી પણ
મને દિલની હા ખબર છે

ફુલો પણ ખીલે છે બગીચે
તમારા કદમની કદર છે

નયનમાં ભલે હોય દરિયો
તને લઈ ડુબૂ એ નજર છે

મળો ના મહિના સુધી તો
વસંત પણ અહીં પાનખર છે.

છંદવિધાન : લગાગા લગાગા લગાગા

વિજય રોહિત
મો : 0990 950 2536

7 comments:

  1. vijaybhai

    khub j saras

    aapano blog khubj saras chhe

    kyarek mara blog ni pan mulakat lo

    maro blog chhe.

    www.aagaman.wordpress.com

    ReplyDelete
  2. Dear Vijaybhai
    Nice to read your blog. Very interesting.
    Congratulations
    Amritgiri Goswami

    ReplyDelete
  3. સરસ ગઝલ પ્રેયસી માટે ખુબ અસર છે અભાર મારા બ્લોગમા પધારવા માટે..આવતા રેહશો
    સપના

    ReplyDelete
  4. વિજય રોહિત આપની ગઝલ ખુબ ગમી..
    મળો ના મહિના સુધી તો
    વસંત પણ અહીં પાનખર છે. વાહ વાહ શુ શેર કહ્યો..
    લખતા જ રહો ..મને ગાવાનુ ગમે પન હુ યુકે મા રહી કૈ રીતે જોડાવ..
    આપને મારી ઓડીયો મોક્લાવી શકું...

    ReplyDelete
  5. સુંદર ગઝલ... ટૂંકી બહેરમાં ઊંડું નક્શીકામ... માણવી ગમી!!!

    બ્લૉગ પણ સ-રસ થયો છે... હાર્દિક અભિનંદન !

    ReplyDelete
  6. નયનમાં ભલે હોય દરિયો
    તને લઈ ડુબૂ એ નજર છે
    nice one
    a line gami..
    keep it
    ...................................................
    http://zankar09.wordpress.com/
    (2) poems:- rankar....
    http://shil1410.blogspot.com/
    ...............................................

    ReplyDelete
  7. વિજયભાઈ

    સુઁદર પઁક્તિ...
    ફુલો પણ ખીલે છે બગીચે
    ,તમારા કદમની કદર છે...

    www.ekjindagi.ning.com

    ReplyDelete