Tuesday, July 21, 2009

ઈમારત કાંઈ એમ જ નથી બનતી

ઈમારત કાંઈ એમ જ નથી બનતી,
ઘણો ભોગ આપે છે પાયાના પથ્થરો,

એક એક પથ્થરનું બલિદાન છે આ ઈમારત,
છતાં લોકો ભૂલી જાય છે પાયાના પથ્થરો,

ગંગનચુંબી ઈમારત બધાને ગમે છે,
બની ગયા પછી ક્યાં આવે પાયાના પથ્થરો

સફળતા પણ જીવનમાં એમ જ નથી મળતી,
નિષ્ફળતાના રૂપમાં હોય છે પાયાના પથ્થરો.

એક સફળ વ્યક્તિની જીવનપોથી ખોલજો,
જોવા મળશે ગુમનામ કેટલાય પાયાના પથ્થરો.

`વિજય' મેળવવો હોય તો બાંધી લો જીવનમંત્ર,
શોધી લાવજો મજબૂત એવા પાયાના પથ્થરો.

- વિજય રોહિત, મો : 990 950 2536

1 comment:

  1. એક સફળ વ્યક્તિની જીવનપોથી ખોલજો,
    જોવા મળશે ગુમનામ કેટલાય પાયાના પથ્થરો.
    nice poem.........

    ReplyDelete