Tuesday, November 3, 2009

ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક - ગુજરાતી ગીત-સંગીતનો જલસો, માણવાનું ચૂકતા નહીં







ફીલિંગ્સ એ છેલ્લા અગિયાર વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી મેગેઝિન છે. વિશ્ર્વભરના અગિયાર લાખથી વધુ વાચકો સુધી પહોંચી એક સંપૂર્ણ પારિવારિક સામયિક તરીકે જાણીતું બની ચૂકેલ `ફીલિંગ્સ' મીડિયા ક્ષેત્રે પણ આજે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે આપ્ને વિદિત હશે જ. દિવાળી પર્વ પર મેગા વિશેષાંક બહાર પાડવાની પરંપરાને અનુસરતાં `ફીલિંગ્સ' સામયિકે આ વર્ષે તેના સુજ્ઞ વાચકો માટે દીપોત્સવી અંક તરીકે ગુજરાતી ગીત-સંગીત પર આધારિત મધુર `સંગીત વિશેષાંક' રજૂ કરેલ છે.

જીવનના સંગીત તરફ દોરી જતો `ફીલિંગ્સ'નો આ વિશેષાંક વાચકોને જરૂર ગમશે એમાં કોઇ શંકા નથી. કારણકે જીવન એક એવું સંગીત છે કે જેમાં સૂર અને તાલ બરાબર હશે તો હંમેશાં તે મધુરું બની રેલાતું રહેશે.

આ સંગીતમય વિશેષાંકમાં ગુજરાતી સુગમ સંગીત, લોકસંગીત, ફિલ્મીસંગીત, ધાર્મિક સંગીત, ગરબા અને સંગીત જેવા વિવિધ વિષયો પર જાણીતા લેખકો દ્વારા રસપ્રદ આર્ટિકલની લ્હાણી છે તો 50થી ય વધુ જાણીતા ગુજરાતી ગીતોનો સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત રઈસ મણિયાર દ્વારા જાણીતી સંગીતમય ગઝલોનો આસ્વાદ તમને સંગીતપ્રેમી બનાવી દેશે. તો ગુજરાતી ગીત-સંગીતને જેણે એક નવી ઊંચાઈ બક્ષી છે એવા ગાયકો-સંગીતકાર પુરસોત્તમ ઉપાધ્યાય, મનહર ઉધાસ, મહેશ-નરેશ, પ્રફુલ દવે, સોલી કાપડીયા, આણંદજીભાઈ, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ જેવા ઉત્તમ કલાકારોના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ... આ બધું જ માત્ર એક જ અંકમાં... ફીલિંગ્સના દીપોત્સવી વિશેષાંકમા...

માત્ર ને માત્ર સંગીત પીરસતો આ સુંદર વિશેષાંક સૌના માટે ખાસ કરીને સંગીતરસિયાઓ માટે એક અનોખું સંભારણું બની રહેવા સાથે આજીવન સાચવવાલાયક તેમજ સ્વજનને ગિફટ આપવાલાયક અવશ્ય બની રહેશે.


અતુલ શાહ
તંત્રી,
ફીલિંગ્સ મેગેઝિન

મો : 098253 28488

વિજય રોહિત
સંપાદક
ફીલિંગ્સ મેગેઝિન
મો : 990 950 2536

2 comments:

  1. Vijaybhai I would like to read this Dipotsavi Issue.
    Regards
    Dilip Gajjar UK

    ReplyDelete
  2. Veri Nice. khubaja sarasa visheshank "Feelings" hamesha maaru feverit Chhe.

    ReplyDelete