આ વરસાદ પણ કેટલો રંગીન હોય છે.
એ ફક્ત આકાશમાંથી પાણી નથી વરસાવતો,
સ્નેહની અમૃતધારા વરસાવે છે.
જેમ માં એના દીકરાને વહાલથી સ્નાન કરાવે
એમ ઝાડ-પાન, નદી, પર્વત, મોર સૌને
એ સ્નાન કરાવી નવપલ્લવિત કરે છે.
મિત્રો, આ પ્રકૃતિના સર્વે પ્રતીકો વરસાદની
આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
તેમને ભીંજાવું ગમે છે, ભીંજાવાનો
એક નશાની જેમ આનંદ માણે છે.
એટલે જ એ હંમેશાં તરોતાજા અને જુવાન હોય છે.
પણ મિત્રો જેને વરસાદ જોઈને પણ
ભીંજાવાનું મન થાતું નથી એ ભર જવાનીએ
વૃધ્ધ સમાન જ છે. જ્યારે અવસ્થા ભલે પાનખરની
હોય પણ પહેલા વરસાદમાં જ જો ભીંજાવા દોડી જાય
તો સમજજો કે કાગળની હોડી બનાવીને છબછબીયા
કરતો એ બાળક હજી એનામાં જીવતો છે.
- વિજય રોહિત,
મો : 0990 950 2536
No comments:
Post a Comment