એ સૌના નસીબમાં નથી હોતું,
અને હળવેથી તમારા દિલને પૂછજો, `અબ કૈસા Feel હો રહા હૈ ?
મિત્રો,
શ્રાવણ જેવો પવિત્ર માસ અને ઝરમર વરસાદ વરસતો હોય, મંદિરોમાંથી ઓમ નમ: શિવાયના જાપ જાણે પ્રકૃતિ જપી રહી હોય એવો પડઘમ વરસાદના સૂરમાં ભળીને રેલાતો હોય અને ચારેકોર આ દિવ્યતાના એહસાસમાં ભીંજાયા વિના કોણ રહી શકે ?
મિત્રો, વરસાદમાં ભીંજાવું સહેલું નથી. આજે માણસે ઘણાં બધા પ્રકારના આવરણો, રેઈનકોટો પહેરી લીધા છે. કોઈએ સત્તાનો રેઈનકોટ પહેર્યો છે, કોઈએ સંપત્તિનો, કોઈએ દંભનો તો કોઈએ ઈર્ષ્યાનો રેઈનકોટ પહેર્યો છે એટલે ગમે તેટલો ધોધમાર વરસાદ પડે તોય માનવજાત ભીંજાતી નથી.હકીકતમાં એની ભીંજાવાની દાનત પણ નથી હોતી. બસ નોકરી, ધંધો, ઘર, મારું, તારું એમાંથી ફૂરસદ મળે તો ભીંજાય ને !
અરે આવા આહ્લાદક વાતાવરણમાં પણ એ પ્રકૃતિની મજા એસી રૂમમાં બેસીને ટીવી પર માણે છે. પોતાને સૌથી બુદ્ધિશાળી ગણતા આ માનવીને કોણ સમજાવે કે એકવાર ભીંજાઈશ તો આ બધાજ આવરણો અને રેઈનકોટો પહેરવાની જરૂર નહીં પડે, જ્યારે તારા અંદરનો માંહ્યલો મોર બની નાચતો હશે ત્યારે એસીમાં બેસવાની જરૂર નહીં પડે અને ત્યારે શક્ય છે કે એક સામાન્ય માનવ પણ રસિકજન કે કવિ બની જાય.....
શું કહો છો દોસ્ત...!
વિજય રોહિત,
મો : 0990 950 2536
આ વરસાદ પણ કેટલો રંગીન હોય છે.
એ ફક્ત આકાશમાંથી પાણી નથી વરસાવતો,
સ્નેહની અમૃતધારા વરસાવે છે.
જેમ માં એના દીકરાને વહાલથી સ્નાન કરાવે
એમ ઝાડ-પાન, નદી, પર્વત, મોર સૌને
એ સ્નાન કરાવી નવપલ્લવિત કરે છે.
મિત્રો, આ પ્રકૃતિના સર્વે પ્રતીકો વરસાદની
આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
તેમને ભીંજાવું ગમે છે, ભીંજાવાનો
એક નશાની જેમ આનંદ માણે છે.
એટલે જ એ હંમેશાં તરોતાજા અને જુવાન હોય છે.
પણ મિત્રો જેને વરસાદ જોઈને પણ
ભીંજાવાનું મન થાતું નથી એ ભર જવાનીએ
વૃધ્ધ સમાન જ છે. જ્યારે અવસ્થા ભલે પાનખરની
હોય પણ પહેલા વરસાદમાં જ જો ભીંજાવા દોડી જાય
તો સમજજો કે કાગળની હોડી બનાવીને છબછબીયા
કરતો એ બાળક હજી એનામાં જીવતો છે.
- વિજય રોહિત,
મો : 0990 950 2536