Wednesday, December 8, 2010

સ્મિત













સ્મિત આપવું એ શિષ્ટાચાર છે
એનો જ આ ચહેરા પર ભાર છે

દિલ તોડવાનો પણ રિવાજ છે
એ પાળું તો મારો ક્યાં વાંક છે

બદનામ ગલી ક્યાંથી આવી ભલા
આ પેટ માટે સૌ લાચાર છે.

તારા દીધેલા જખ્મો એટલે
પ્રેમમાં મળેલો ઉપહાર છે

એ વાત પર વાંધો પડ્યો હતો
જ્યાં પ્રેમનો આખો આધાર છે

કાંટા અને ફૂલની દોસ્તી જુઓ
એક ઢાલ છે તો એક તલવાર છે

- વિજય રોહિત
મો : 07405656870
Written on : 5th Oct. 2010
posted on : 8th Dec. 2010
vijaycrohit@gmail.com

Wednesday, August 11, 2010

બમ બમ ભોલે...


 
 
 
 
મિત્રો,
શ્રાવણમાસના પ્રારંભે આપ સૌને બમ બમ ભોલે... 
ઝરમર ઝરમર શ્રાવણનો વરસાદ અને ઓમ નમ: શિવાયના નાદ વચ્ચે આજથી શિવાલય ગુંજી ઉઠ્યા છે, ત્યારે આપ સૌ મિત્રો માટે રાવણરચિત શિવતાંડવ સ્તોત્ર શેર કરું છું જે મને અત્યંત પ્રિય છે. રાવણે ભગવાન શિવની સ્તુતિ અર્થે રચેલ આ સ્તોત્રના શબ્દ, લય અને પ્રાર્થના હૃદયને સ્પર્શી જાય છે.
 
મનગમતું સૌને આપી દેવાની..., અને અણગમતું લઈ લેવાની અનાસકતવૃત્તિને કારણે ભગવાન શિવને હું આરાધ્યદેવ માનું છું. દર શ્રાવણમાસમાં મંદિરે જઈ દૂધ અને બીલીપત્ર ચડાવવા એ મારા માટે આનંદની ક્ષણો છે. મારી આ આનંદની ક્ષણો આપ સૌ સાથે વહેંચી એનો આનંદ બમણો કરી રહ્યો છું.
ઓમ નમ: શિવાય

(આપણા સૌના માનીતા કલાકાર શ્રી અરવિંદ ત્રિવેદીના અભિનય અને તેમના જ કંઠમાં શિવતાંડવ સ્તોત્ર માણો)
http://www.youtube.com/watch?v=gnDoLi28_kY

પ.પૂ. ભાઈશ્રી રમેશ ઓઝાના સ્વરમાં શિવતાંડવ સ્તોત્ર માણો)
http://www.youtube.com/watch?v=McrjgeI-PtI&feature=player_embedded#!

Thursday, July 22, 2010

વરસાદ



















વરસાદના ચહેરાનું ઉડી ગયું નૂર,
    જ્યારથી એણે સાંભળ્યું તુ પલળવાથી રહેવાની દૂર

વાયરાએ કાનમાં જઈ વાદળને કીધું,
                            હવે વરસવાનો શો ફાયદો
એક છોકરી રિસાઈ છે પ્રેમમાં,
                         એણે ના પલળવાનો રાખ્યો છે કાયદો
હવે વરસે તુ ધોધમાર ને લાવે છો'ય પૂર
                      વરસાદના ચહેરાનું ઉડી ગયું નૂર

મોરના ટહુકાએ પાલવને પૂછ્યું,
                     પ્રેમનું આ પ્રકરણ છે શું ?
દિલને આઘાત આપે કોઈ
                     ને સજા આપે વરસાદને તુ,
એક સાથે કેટલાના સપ્ના થાય ચકનાચૂર
                    વરસાદના ચહેરાનું ઉડી ગયું નૂર

Written on 2-7-2010, 12.50 am,
Posting Date : 22-7-2010

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com

Monday, May 10, 2010

જય હો ગુજરાત

 









ગુજરાતી સૌથી પ્યારા છે, ગુજરાતી સૌથી ન્યારા છે
ગુજરાતી પ્રેમની ધારા છે, ગુજરાતી રાહ ચિંધનારા છે
ગુજરાતી રાહ ચિંધનારા છે, ગુજરાતી રાહ ચિંધનારા છે
               ગાંધી સરદારને સલામ,
                               જય હો ગુજરાત, જય હો ગુજરાત

નર્મદની ભાષા પાવન છે, કાલેલકર સૌથી સવાયા છે
ઘાયલથી અહીં સૌ ઘાયલ છે, મેઘાણી દિલમાં વસાવ્યા છે
મેઘાણી દિલમાં વસાવ્યા છે, મેઘાણી દિલમાં વસાવ્યા છે,
              નરસિંહ-મીરાંનો અવાજ,
                                 જય હો ગુજરાત, જય હો ગુજરાત

ઉત્તરમાં અંબા રક્ષે છે, પૂરવમાં કાલી માતા છે,
ડાકોરમાં જગના રાજા છે, સોમનાથમાં બાબા છે,
સોમનાથમાં બાબા છે, સોમનાથમાં બાબા છે,
              સંતો-સપૂતોનો નિવાસ,
                               જય હો ગુજરાત, જય હો ગુજરાત

ગાંઠીયા જલેબી ભાવે છે, ઉત્સવો દિલથી માણે છે,
ઉતરાણે આકાશ ગજવે છે, નવરાતે મોજથી નાચે છે,
              આઈ લવ માય ગુજરાત,
                              જય હો ગુજરાત, જય હો ગુજરાત

Written on 6-5-2010, 12.50 am,
Posting Date : 10-5-2010

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com

Saturday, April 17, 2010

બાળકની વ્યથા
















મમ્મી, હવે તો જવા દે,
વેકેશન પણ પડ્યું હવે તો રમવા દે

આખું વરસ ભણ્યા કર્યું,
સવાર-સાંજ સ્કૂલ ને ટ્યુશન
બહુ દુ:ખે છે હજીયે મારા હાથ
ચોવીસ કલાસ બસ લેસન, લેસન ને લેસન
આ ફૂલ છોડને તુ રોજ પાણી પાય
અને ઘરના ફુલને કરમાવા દે,
                                     મમ્મી, હવે તો જવા દે,

તુ તો કહેતી હતી કે વેકેશનમાં જઈશું ફરવા,
દીવ, દમણ ને આબુ,
હવે કહે છે સમર કેમ્પમાં જા એટલે,
વેકેશનમાં ય ભણવાનું પાછું,
શું મારું બાળપણ એમ જ ચાલ્યું જશે,
મમ્મી, તુ કઈ વાતની સજા દે
                                મમ્મી, હવે તો જવા દે,

- વિજય રોહિત
મો : 0990 950 2536
Posted : 17/4/2010, 04.23 pm

Wednesday, March 10, 2010

હોળી-ધૂળેટી `રંગ બરસે' સ્પેશિયલ








 































Kavi : Naishadh Makwana (DEO), Dr. Dinaben Shah, Bharat Bhatt 'Pavan', Dinesh Dongre 'Nadan', Nirav Vyas, Pratapsinh Dabhi 'Hakal', Vijay Rohit 
Anchored by : Vijay Rohit    Date : 28-2-2010, Sun, Holi-Dhuleti Occasion

આ હોળી-ધૂળેટી પર્વ પર શબ્દવૈભવ ગ્રૂપ દ્વારા `રંગ બરસે' ગીત-સંગીત અને મુશાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રજૂ કરેલ ગઝલ, કવિતા અહીં પ્રસ્તુત કરું છું.

રંગીશું કયો રંગ

તારા ગુલાબી ગાલોમાં પડેલા ખંજનના સમ,
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ

રંગોની કેવી મહેફિલ જામી છે તારા ચહેરા પર
જાણે અષાઢી ઈન્દ્રધનુષ ફાગણના મેળા પર
સાચુ કહું તો રંગ ન હોવાનો આજ થાય મને ગમ,
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ

વસંતની માદકતા અને ફૂલોની દીવાનગીએ કર્યા બેહાલ
કહો તો સ્નેહથી, ના કહો તો હકથી લગાવીશું આજ ગુલાલ
ગુલાબને ગુલાલ લગાડવાનો આજ હૈયે છે ઉમંગ
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ

તારા ગુલાબી ગાલોમાં પડેલા ખંજનના સમ,
ફાગણના ફોરમતા આ ફૂલને રંગીશું કયો રંગ



કોણે ના પાડી ?

આવી શકો તો આવો, કોણે ના પાડી ?
પ્રેમની ફસલ તો વાવો, કોણે ના પાડી ?

ભૂલી જશો પલભરમાં સઘળા દુખોને
પ્રેમગીત કોઈ ગાવો, કોણે ના પાડી ?

ચ્હેરો પ્રતીક્ષામાં છે રંગાવા આજે
કોઈ કલર તો નાખો, કોણે ના પાડી ?

કહેતા હતા કે સઘળા રંગો નાખીશું
તો આજ કાં શરમાવો, કોણે ના પાડી ?

આ `રંગ બરસે'માં કેટલા રંગો વરસ્યા
તાળી હવે તો પાડો, કોણે ના પાડી ?

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com
web : www.vijayrohit.blogspot.com

Tuesday, February 23, 2010

રંગ બરસે (કવિ મિલન : હોળી-ધૂળેટી પર્વ વિશેષ)



રંગ બરસે
(કવિ મિલન : હોળી-ધૂળેટી પર્વ વિશેષ)

મુને ફાગણનું એક ફૂલ આપો હો લાલ મોરા.... કેસૂડો કામણગારો

હોળી-ધૂળેટીના કલરફૂલ પર્વને મનાવશે
શબ્દવૈભવ ગ્રુપ
શબ્દોના ગુલાલથી... સ્નેહના રંગોથી...
આપ સૌને સંગ...

આપ સૌ મિત્રોને પધારવા હાર્દિક નિમંત્રણ....

શબ્દોના ગુલાલ ઉડાડશે...

શ્રી શકીલ કાદરી
ડૉ. દિનાબેન શાહ
શ્રી ભરત ભટ્ટ `પવન'
શ્રી નિરવ વ્યાસ
શ્રી દિનેશ ડોંગરે
શ્રી નૈષધ મકવાણા
શ્રી વિજય રોહિત

સ્થળ :    
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,
ડાયેટ હોલ, અનાવિલ ભવન સામે,
    કારેલીબાગ, વડોદરા.   

તારીખ : 28 ફેબ્રુઆરી, રવિવાર
સમય : સાંજે 4.00 થી 6.00 કલાક

વધુ માહિતી માટે સંપર્ક કરો.
વિજય રોહિત
શબ્દ વૈભવ, મો : 990 950 2536
vijaycrohit@gmail.com
web : www.vijayrohit.blogspot.com

શ્રી નૈષધ મકવાણા
પરામર્શક (જિલ્લા શિક્ષણાધિકારી-પ્રાચાર્ય)

Monday, February 8, 2010

આંખોથી વાત ના કરો સનમ
















આંખોથી વાત ના કરો સનમ
    હૈયામાં પડે છે જખમ

પ્રીત છે મારી હંસલાની ભાતી
નદી વિના સાગર સાવ ખાલી ખાલી
ચંદાને યાદ ના કરો સનમ
પૂનમનો પડે છે ભરમ
                          આંખોથી વાત ના કરો સનમ

એકને આખરી ઈચ્છા અમારી
છોડતા નહીં અમને સપ્ના બતાવી
સંધ્યાના રંગ ના ભરો સનમ
મન મારું પડે છે નરમ
                         આંખોથી વાત ના કરો સનમ

Vijay Rohit, Posted On 8th Feb 2010
Email : vijaycrohit@gmail.com
M : 0990 950 2536

Wednesday, February 3, 2010

વહુજીને આ સાસરું...

(આદરણીય કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસની અમર રચના `પંખીડાને આ પીંજરુ' પરથી પ્રેરણા લઈ આજની કૌટુંબિક સ્થિતિનું વર્ણન)





















વહુજીને આ સાસરું અણગમતું લાગે
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે....
                                         વહુજીને આ સાસરું

હૃદયે અંજપો એને દૂર ક્યારે થાશો
એકલા રહીશું સૌથી સુખ સાચું જાણજો
પોતાનું જ વિચારે, ન એ કોઈનું માને
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે....
                                      વહુજીને આ સાસરું

રડતા-કકડતાં એ તો સળગાવે ચૂલો
કેટલું કહું છું તોયે રોજ કરશે ભૂલો
પ્રેમથી રહીએ સજની, કુટુંબના કાજે
ઘણું એ સમજાવ્યું તોયે વહુજી નવો ફ્લેટ માંગે....
                                     વહુજીને આ સાસરું

- વિજય રોહિત
મો : 0990 950 2536

Email : vijaycrohit@gmail.com

આ ગીતને સ્વરબદ્ધ કરવા બદલ હું દિલિપભાઈ ગજ્જર (યુકે-લેસ્ટર)નો ખૂબ આભારી છું...
આપ આ ગીત www.geetgunjan.wordpress.com
પર
સાંભળી શકશો.

Tuesday, January 26, 2010

`ગુજરાતીપણા’નું ગૌરવ કોને છે ?



ખરેખર તો આપણે આપણી ભાષા, સાહિત્ય, સંગીત, નાટક, ફિલ્મોને લાડ લડાવવામાં ઊણાં ઊતર્યા છે એટલે ગુજરાતીપણાના ગૌરવની વાતો નકરો દંભ છે. આપણે ગુજરાતી ભાષા અને તેના વારસાને સગવડિયો પ્રેમ કરીએ છીએ અને એટલા માટે જ આજે ગુજરાતી ભાષા, ગીત-સંગીત, નાટક, ફિલ્મો મરણપથારીએ છે. ગૌરવની વાત તો બાજુએ રહી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસ કરવા પડે છે. 

અંગ્રેજોએ દુનિયાના લગભગ તમામ દેશો પર શાસન કર્યું છે. આ તમામ દેશોએ તેમની ગુલામીમાંથી આઝાદી તો મેળવી લીધી પણ અંગ્રેજીની ગુલામીમાંથી કોઇ મુક્ત થઇ શકયું નથી. એટલા માટે જ અંગ્રેજી આજે વૈશ્ર્વિક ભાષા છે. મોટાભાગે તો તમામ દેશોમાં  વિષય તરીકે તો અંગ્રેજી ફરજિયાત છે જ એટલે અંગ્રેજીનો વ્યાપ અને મહત્ત્વ દિન-પ્રતિદિન વધે એમાં નવાઇ નહીં. વળી ઇન્ટરનેટ ક્રાંતિએ અંગ્રેજી શીખવું બધા માટે ફરજિયાત બનાવી દીધું છતાં  દુનિયાના મોટાભાગના દેશમાં અંગ્રેજી ભાષા સામે માતૃભાષા સચવાઈ રહી છે. ભારતના પણ દરેક રાજ્યમાં અંગ્રેજી બોલાય છે, પણ સ્થાનિક ભાષાના અસ્તિત્વ સામે ક્યારેય ખતરો આવ્યો નથી, સિવાય ગુજરાતી…

ફીલિંગ્સ સામયિક દ્વારા ગુજરાતીઓને પોંખવાના અવસરે જ્યારે એન.આર.આઇ. અને `ગુજરાતીપણા’ની વાત આ વિશેષાંક દ્વારા થવાની હોય ત્યારે આપણે સૌએ પોતાના આત્માને ઢંઢોળીને પ્રશ્ર્ન પૂછવો જોઇએ કે શું ખરેખર આપણે આપણા `ગુજરાતીપણા’ માટે ગૌરવ અનુભવીએ છીએ કે આ બધું બાહ્ય દંભ અને દેખાડો છે ? કોઇ સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતીપણાની સારી સારી વાતો કરવાથી શું ગુજરાતનું ગૌરવ વધી જશે ? ગુજરાતી ભાષા સાહિત્ય, સંગીત અને ગુજરાતીઓના ઉત્કર્ષ માટેના કોઇપણ કાર્યક્રમને બિરદાવવા જ જોઇએ પણ શું એટલું પૂરતું છે ગુજરાતીઓની અસ્મિતા જાળવવા ?

ખરેખર તો આપણે આપણી ભાષા, સાહિત્ય, સંગીત, નાટક, ફિલ્મોને લાડ લડાવવામાં ઊણાં ઊતર્યા છે એટલે ગુજરાતીપણાના ગૌરવની વાતો નકરો દંભ છે. આપણે ગુજરાતી ભાષા અને તેના વારસાને સગવડિયો પ્રેમ કરીએ છીએ અને એટલા માટે જ આજે ગુજરાતી ભાષા, ગીત-સંગીત, નાટક, ફિલ્મો મરણપથારીએ છે. ગૌરવની વાત તો બાજુએ રહી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસ કરવા પડે છે.

અને એનું તાજેતરનું જ ઉદાહરણ જોવું હોય તો આ વર્ષની 30મી જાન્યુઆરીના રોજ વિદ્વાન સાહિત્યકાર ગુણવંત શાહના નેજા હેઠળ જૂનાગઢથી સુરત સુધી `માતૃભાષા વંદનયાત્રા’ યોજાવાની છે. માતૃભાષાને બચાવવા માટે ગુજરાતી ભાષાના વિદ્ધાન સાહિત્યકારે આવા પ્રયાસ કરવા પડે એથી વધુ દુ:ખની બાબત શું હોઈ શકે ? છતાં આપણે ગરવા ગુજરાતીના દંભમાંથી બહાર આવતા નથી. જો આપણે ગુજરાતીપણાને સાચા દિલથી પ્રેમ કરતા હોય તો તેને બચાવવાના દિવસો દેખવાનો વારો ન આવ્યો હોત.

દેશના અન્ય પ્રાંતોમાં પણ અંગ્રેજી આપણાં કરતાં વધુ સારું અને વધારે ટકાવારીમાં બોલાય છે, વંચાય છે છતાં ક્યારેય મરાઠી, તામિલ કે મલાયલી ભાષાને બચાવવાના પ્રયત્નો કરવાની જરુર પડી નથી. એટલું જ નહિ, હિન્દી અને અંગ્રેજીના પડકાર સામે તેઓ પોતાનું સન્માનનીય અસ્તિત્વ સાથે સાચા અર્થમાં ભાષા, સાહિત્ય, સંગીત, ફિલ્મો પ્રત્યેનું ગૌરવ જાળવી શક્યા છે. દક્ષિણ ભારતમાં ત્યાંની સ્થાનિક ભાષામાં ફિલ્મનો ઉદ્યોગ પૂરબહારમાં ખીલેલો છે. એટલું જ નહિ, પણ કેટલીય હિન્દી ફિલ્મો તેમાંથી રૂપાંતર થાય છે. આ ફિલ્મ ઉદ્યોગના કારણે જ કવિઓ, લેખકો, સંગીતકારો, અભિનેતા, મોડલ્સ, આર્ટિસ્ટ, બેકસ્ટેજ આર્ટિસ્ટ તમામ લોકોને તક મળે છે, રોજગારી મળે છે અને તેમાંથી સફળ થઇને તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ નામના મેળવે છે.

મરાઠીમાં પણ ઘણી ફિલ્મો, નાટકો થાય છે જેને મરાઠીઓ સારો આવકાર આપે જ છે. પંજાબી ગીતોના ઢગલાબંધ આલબમ આવે છે તોયે પંજાબીઓ એને વધાવી લે છે. એના કારણે જ આ તમામ પ્રાંતોની ભાષા સંગીત અને સાંસ્કૃતિક વારસા સામે જોખમ ઊભું થયું નથી. જ્યારે ગુજરાતીમાં ફિલ્મ ઉદ્યોગ માટે કરમુક્તિ આપવા છતાં એ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મરણપથારીએ હોવાથી તેને સંલગ્ન અન્ય કેટલીય કલાઓ જેમ કે નાટક, સંગીત, લેખન ભૂંસાઇ (લુપ્ત) જવાને આરે છે. ફિલ્મ, નાટકો, સંગીત આ સાંસ્કૃતિક વારસો છે. જો એ આપણે નહીં સાચવી શકીએ તો ગુજરાતી ભાષા સરળતાથી ભૂલાઇ જશે. ગુજરાતી ભાષાની અસ્મિતા સામે આજે ખતરો મંડાયો છે એના મૂળમાં ગુજરાતી ગીત-સંગીત અને ફિલ્મનો અભાવ મુખ્ય છે. સંગીત અને ફિલ્મો ફકત મનોરંજન જ નહીં પણ તેના ભાષા, સાહિત્ય, સંગીત અને જે તે પ્રાંતની સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર અને સમાજને સંદેશ આપવાનું પણ કામ કરે છે. જોેકે આપણા સર્જકો લેખકો, કવિઓ, ફ્લ્મિ ડાયરેક્ટર્સ, સંગીતકારો અને  તમામ સર્જકો નવી પેઢીને આકર્ષે તેવું ગીત-સંગીત, ફિલ્મ  આપવામાં નિષ્ફળ ગયા છે એટલા માટે યુવા પેઢી અન્યત્ર વળી ગઈ છે. સમયની સાથે સાથે તમારે અપડેટ થવું જ પડે. બીજા પણ ઘણા કારણો છે પણ આ કારણ પણ એમાંનું એક છે એ ભૂલાવું જોઈએ નહીં.

આપણામાંથી લગભગ તમામ લોકોએ આ જોક સાંભળ્યો જ હશે કે બે મરાઠી મળે ત્યારે મરાઠીમાં વાત કરે. બે ચાઈનીઝ મળે ત્યારે ચાઇનીઝ ભાષામાં વાત કરે પણ બે ગુજરાતી મળે ત્યારે અંગ્રેજીમાં વાત કરે ? આમ તો આ પ્રચલિત જોક છે પણ હકીકતમાં તો આપણી માનસિકતા પર થયલો કારમો ઘા છે. આપણને અંગ્રેજી આવડે છે એનો પ્રભાવ  પાડવા સામેની વ્યક્તિને ખબર પડે છે કે નહીં એની દરકાર કર્યા વિના પણ અંગ્રેજીમાં વાતચીત કરીએ છીએ. ખરેખર ભાષા એ પ્રભાવ પાડવા માટે નહીં પણ બે વ્યકિત વચ્ચે સરળતાથી માહિતીનું આદાન-પ્રદાન થઇ શકે એ માટે ગોઠવાયેલી વ્યવસ્થા છે. એટલું જ નહિ, પણ કેટલાય સારા કાર્યક્રમમાં પણ `ગુજરાતીપણા’નો અવસર ઉજવાતો હોય ત્યાં પણ  મુખ્ય વક્તા કે અતિથિઓ આખું ને આખું ભાષણ અંગ્રેજીમાં આપતા હોય છે. જ્યાં આખો પ્રસંગ `ગુજરાતીપણા’નો છે તો અંગ્રેજી ભાષાનો પ્રયોગ કેમ કરવો ? આ બાબતે મરાઠી માણુસના માતૃભાષા પ્રેમને સલામ કરવાનું મન થાય. આ બધા એવા કારણ છે જેણે ગુજરાતી ભાષાનું ગળું દબાવ્યું છે પણ હજી આપણે નાક ક્યાં દબાયું છે એટલે એની રાહ જોઇને ઊભા છીએ. વળી, ટી.વી. ચેનલ, ઇન્ટરનેટ, ઇ-મેલ હિન્દી-અંગ્રેજી ફિલ્મોનો મારો એટલો વ્યાપક છે કે એની સામે ટક્કર ઝીલવી હવે  ગુજરાતી ભાષા માટે લગભગ અશક્ય કહી શકાય તેવી બાબત લાગે છે. દરેક મા બાપ એવું ઇચ્છે કે તેના સંતાન અંગ્રેજી માઘ્યમમાં ભણે જેથી આગળ જતાં અંગ્રેજીમાં બાળક પાછળ ન પડે. પણ એની લ્હાયમાં એ ભૂલી જાય છે કે આપણો સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવી ભાષામાં લખાવેલો છે નહીં કે અંગ્રેજીમાં. જો એને ગુજરાતી નહીં આવડે તો એ મહાભારત, રામાયણ, ગીતા જેવા વિશ્ર્વપ્રેરક ગ્રંથો ક્યારેય નહિ વાંચી શકે. એ તો ઠીક પણ એક દિવસ એવો આવશે જેમ આજે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચાલે છે તેમ `ગુજરાતી લખતા-વાંચતા શીખો, માત્ર 3 મહિનામાં’ આવા ક્લાસમાં જોડાવું પડશે છતાં મેળ નહીં પડે અને ભાંગ્યું તૂટયું ગુજરાતી બોલશે. જે પ્રસંગો, કથાઓ, ઘટનાઓ, વાર્તાઓ, ગીતો આપણી ભાષામાં છે એની મીઠાશ કંઇક અનેરી જ છે. દા.ત. અંગ્રેજી માઘ્યમમાં ભણતો બાળક જ્યારે એમ કહે કે Once Rama went to a forest એમાં મર્યાદા પુરુષોત્તમ રામની એ દિવ્ય અનુભૂતિનો અહેસાસ ન મળી શકે. કારણ દરેક ભાષા સંસ્કૃતિને એનો વૈભવ હોય છે. `રામા’ અને `રામ’ નો જે તફાવત છે એ આસમાન જમીનનો છે. ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર, કવિની અમર રચનાઓ તમે અંગ્રેજીમાં ન માણી શકો.

દા.ત.
વનરાવનનો રાજા ગરજે
ગીર કાંઠાનો કેસરી ગરજે
ઐરાવત કુળનો અરિ ગરજે
કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
જાણે એવો સમંદર ગરજે

હવે આનું અંગ્રેજી કરો. અશક્ય છે અને માનો કદાચ કોઇ ભડવીર કરી બતાવે તો પણ સિંહનું જે વિકરાળ રૂપ આપ્ની નજર સમક્ષ આ કવિતા વાંચતા જ પ્રગટ થઇ જાય છે એ શું અંગ્રેજી કે અન્ય ભાષા લાવી શકવા સમર્થ છે ખરી ! હું ચેલેન્જ મારીને કહું છે કે દુનિયાની કોઇ ભાષા કદાચ સિંહનું આવું વર્ણન ન કરી શકે એ ગુજરાતી ભાષા અને ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ કવિનું જ કામ છે. પણ આપણને એનું મહત્ત્વ જ ક્યાં છે.
આતો હજી ઉપરછલ્લો ખ્યાલ આપ્યો છે બાકી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, કોઇ મા-બાપ તેના બાળકને ગુજરાતી સંગીત, નાટક જેવા ક્ષેત્રમાં કે લેખક, કવિ બનાવવા ઇચ્છતો નથી એટલે એક વાત ચોક્કસ છે કે આવનારી પેઢીમાંથી ગુજરાતીપણાના ગૌરવની આશા રાખવી લગભગ અશક્ય જેવું છે. હિન્દુસ્તાનની જાણીતી રેકોર્ડ કંપ્નીઓ ગુજરાતીમાં કોઇ આલ્બમ કે ફિલ્મની ઓડિયો-વીડિયો સીડી બનાવવા રાજી નથી કારણ કોઇ ગુજરાતી ખરીદનાર જ નથી. જ્યારે સૌથી વધુ ગીતોના આલ્બમ પંજાબી ભાષામાં રજૂ થાય છે જેને તેઓ પ્રેમથી ખરીદે છે, ખરીદાવડાવે છે. આપણે શું કરીએ છે ? ઓળખાણ શોધીએ છે….

અને છેલ્લે આપણે ગુજરાતીઓની માનસિકતાની વાત કરીએ તો ભલે દુનિયાભરમાં વેપારી  તરીકે આપણે ઓળખાતા હોઇએ પણ `સેલ’ અને `મફત’ એ બે શબ્દો સાંભળવા આપણા કાન તલપાપડ હોય છે. કોઇ ગુજરાતી નવું પુસ્તક કે નવું આલ્બમ જો મફતમાં મળે તો લાઇન પાડી દઇએ. પણ જો વેચાતું લેવાનું હોય તો એક ભડનો દીકરો ન ફરકે એવી આપણી માનસિકતા છે. જો ખરીદનાર નહીં હોય તો કવિ, લેખક, ગીતકાર, સંગીતકાર, ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક એ ક્યાં જશે ? એમને જો કમાવવાની તક નહીં મળે તો તેઓ માતૃભાષાને પ્રેમ કરતાં હોવા છતાં તેઓ અન્યત્ર વળી જશે. એટલા માટે જ આજે પરિસ્થિતિ એવી છે કે ઘણા સમર્થ ગુજરાતી કલાકારો બોલિવુડમાં કામ કરે છે પણ એમને ગુજરાતી ફિલ્મ કે નાટક કે સંગીત એના માટે કહો તો તરત ના પાડી દેશે. કારણ એમને ખબર છે. ગુજરાતીઓની ભાષા, સાહિત્ય, સંગીતના વારસાની ભાવના મરી ચૂકી છે. એટલા માટે જ નવું સર્જન થઇ શકતું નથી. કેટલાક ભાષા અને સંગીતપ્રેમીઓએ આવા પ્રયોગ કર્યા છે. જેમણે ગુજરાતી ધાર્મિક ફિલ્મો (પ્રણાલિકાગત ફિલ્મો) અને ગીત સંગીતને જુદી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે પણ આપણે એને આવકારી ન શક્યા એટલે તેઓ અન્યત્ર વળી ગયા. થોડી ઘણી ફિલ્મો જરુર હીટ થઈ છે પણ એ પૂરતું નથી. હકીકતમાં વિષય વૈવિધ્ય જરુરી છે. આતંકવાદ, આધુનિક જીવનશૈલી, સમસ્યા, શિક્ષણ, હાસ્ય જેવા વિષયો પર રિસર્ચ કરી મજબૂત પટકથા હોય એવી ફિલ્મોની જરુરિયાત છે. મને શું ગમે છે એના કરતાં લોકોને શું ગમશે, ખાસ તો યુવાપેઢીને કેવી રીતે ગુજરાતી ગીત-સંગીત, ફિલ્મો તરફ વાળી શકાય એ વિચારવું જરુરી છે. હજી યુવાપેઢીમાંથી કેટલાક યુવાનો હાર ન માની આ ક્ષેત્રમાં ચૂપચાપ કામ કરી રહ્યા છે. એ આશ્ર્વાસન લેવા જેવી બાબત છે.

હાલમાં ર010 સ્વર્ણિમ ગુજરાત તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે આશા રાખીએ કે ગુજરાતીઓ જાગે અને ગુજરાતીપણાની કદર કરતાં શીખે. કમ સે કમ જેઓ આપણી ભાષા માટે કંઈક કરવાની તમન્ના રાખે છે તેમને બિરદાવે તો પણ ઘણું છે… અન્યથા ગુજરાતી શબ્દોના અર્થ શોધવા અંગ્રેજી ડિક્સનરી રાખવી પડે એ દિવસો હવે દૂર નથી.

સ્ટ્રેટ ફોરવર્ડ
સાહિત્યકાર ગુણવંત શાહનું એક વાક્ય `જેના ઘરમાં પુસ્તક ન હોય એના ઘરમાં દીકરી આપવી ન જોઇએ કે લેવી ન જોઈએ.'
થોડા ફેરફાર સાથે...
`જેના ઘરમાં ગુજરાતી પુસ્તકો ન હોય એના ઘરમાં દીકરી આપવી ન જોઈએ કે લેવી ન જોઈએ. '

Monday, January 18, 2010

મિસકૉલ















 મિસકૉલ, મિસકૉલ, મિસકૉલ, મિસકૉલ
        હું તો વેઈટ કરું છું જાનમ... મિસકૉલ

ઓફિસે પહોંચ્યો કે નહીં... ગીવ મી મિસકૉલ
લંચ કર્યો છે કે નહીં...ગીવ મી મિસકૉલ
ખાતા-પીતા-ઉઠતા-બેસતા
હું તો યાદ કરું છું હરપલ... મિસકૉલ

સિરિયલમાં ય સંભળાય ટ્રીન ટ્રીન મિસકૉલ
ઘડિયાળે કેમ ડોકાય ટ્રીન ટ્રીન મિસકૉલ
મારા દિલના દરવાજે પ્રેમની
કોણ મચાવે છે હલચલ.... મિસકૉલ

વરસાદી બુંદોમાં ભીંજાય રિમઝિમ મિસકૉલ
વીજળીના ચમકારે લબકાય રિમઝિમ મિસકૉલ
રિમઝિમ મેઘધનુષમાં જોઉં
હું તો પ્રેમનો પરપલ... મિસકૉલ


- વિજય રોહિત
મો : 0990 950 2536

Monday, January 11, 2010

પતંગ...... એ કાપ્યો છે...


સૌ મિત્રોને ઉતરાયણ નિમિત્તે
તલસાંકડી, ઊંઘિયુ સાથે હેપ્પી ઉત્તરાયણ



















પતંગ મારો ઉડે જાય
                સરરરર..સર   ફરરરર...ફર

હવાની દોસ્તી ને કિન્નાનો સાથ લઈ
આંખેદાર ઉડે આકાશને બાથ દઈ
હાંકોટા એના સંભળાય
                ચરરરર...ચર   ચરરરર...ચર

અંગડાઈઓ લઈને એ મસ્તીથી ફરતો
ફૂદ્દી જોઈને એ તો મનમાં મલકતો
ગુલાંટી મારે ને તોફાની થાય
                સડડડ..સટ   સડડડડ...સટ

કાનદારના કાન નાખી કાપતો
ચટાપટ્ટાને ચિત્ત એ પાડતો
ટીંગાતો, લટકાતો હીંડોળા ખાય
                ભરરર...ભર   ભરરર...ભર

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com
Web : www.vijayrohit.blogspot.com

Saturday, January 2, 2010

સાલી - ઘરવાલી





         






              સાલી તો આધી ઘરવાલી
              કહું તો રિસાય છે આખી

સાલીને પ્યારા છે જીજા, જીજાને વ્હાલી છે સાલી
કોણ ન ઈચ્છે સાલી, ગોરી હોય કે પછી કાલી
              સાલી તો બહુ નખરાળી
              કહું તો ખિજાય છે આખી

સાલીના નખરા હજાર, એની માંગો નો આવે ન પાર
કેડબરી આપું તો ફ્લિમ જોવાનો કરે એ વાર
              સાલી તો બહુ તોફાની
              કહું તો કતરાય છે આખી

મળવા ન દે એ ફરવા ન દે, જ્યાં હોય ત્યાં સાથે એ રહે
ક્યાંથી કહું તને પ્રેમના બે શબ્દ, લે તુજ હવે કહે,
              સાલી તો ભારે ઉપાધી
              કહું તો રિઝાય છે આખી

- વિજય રોહિત
મો : 0990 950 2536

02/01/2010