Thursday, July 22, 2010
વરસાદ
વરસાદના ચહેરાનું ઉડી ગયું નૂર,
જ્યારથી એણે સાંભળ્યું તુ પલળવાથી રહેવાની દૂર
વાયરાએ કાનમાં જઈ વાદળને કીધું,
હવે વરસવાનો શો ફાયદો
એક છોકરી રિસાઈ છે પ્રેમમાં,
એણે ના પલળવાનો રાખ્યો છે કાયદો
હવે વરસે તુ ધોધમાર ને લાવે છો'ય પૂર
વરસાદના ચહેરાનું ઉડી ગયું નૂર
મોરના ટહુકાએ પાલવને પૂછ્યું,
પ્રેમનું આ પ્રકરણ છે શું ?
દિલને આઘાત આપે કોઈ
ને સજા આપે વરસાદને તુ,
એક સાથે કેટલાના સપ્ના થાય ચકનાચૂર
વરસાદના ચહેરાનું ઉડી ગયું નૂર
Written on 2-7-2010, 12.50 am,
Posting Date : 22-7-2010
- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com
Subscribe to:
Post Comments (Atom)
વિજય રોહિતજી...
ReplyDeleteવાહ! સરસ અને નવી જ રીતે વરસાદની વાત વણી છે અહીં.
મોરના ટહુકાએ પાલવને પૂછ્યું,
પ્રેમનું આ પ્રકરણ છે શું ?
આ વધારે ગમ્યું.
પ્રેમનું આ પ્રકરણ ગમ્યું.
ReplyDeleteવિજયભાઈ,
ReplyDeleteવરસાદ અને પ્રેમ નો જે સમન્વય દર્શાવ્યો તે ખુબ જ અસરકારક અને સુંદર છે..
અભિનંદન
અશોકકુમાર-'દાદીમાની પોટલી'
das.desais.net
પ્રેમ અને વરસાદ બન્ને ઉપર "વિજય " સુંદર કાવ્ય
ReplyDeleteવરસાદને પણ રોકયો કે સખી
ReplyDeleteહવે તો પલળવાના સમ તોડો...
તારા રિસામણે તો ભારે કરી,
મારી આંખોના વાદળોને ના ઝંઝોડો...
વરસી પડશે એ ફટ્ટ દેતાંક ને સખી,
મારું દિલ આમ ના તોડો ....
સ્નેહા પટેલ -અક્ષિતારક
ખુબ સરસ વરસાદીગીત વિજયભાઇ
ReplyDeleteસરસ વરસાદી રચના!પહેલી વાર આવી તમારાં બ્લોગમાં !લાગણીસભર બ્લોગ!
ReplyDeleteસપના