સ્મિત આપવું એ શિષ્ટાચાર છે
એનો જ આ ચહેરા પર ભાર છે
દિલ તોડવાનો પણ રિવાજ છે
એ પાળું તો મારો ક્યાં વાંક છે
બદનામ ગલી ક્યાંથી આવી ભલા
આ પેટ માટે સૌ લાચાર છે.
તારા દીધેલા જખ્મો એટલે
પ્રેમમાં મળેલો ઉપહાર છે
એ વાત પર વાંધો પડ્યો હતો
જ્યાં પ્રેમનો આખો આધાર છે
કાંટા અને ફૂલની દોસ્તી જુઓ
એક ઢાલ છે તો એક તલવાર છે
- વિજય રોહિત
મો : 07405656870
Written on : 5th Oct. 2010
posted on : 8th Dec. 2010
vijaycrohit@gmail.com
વાહ....!
ReplyDeleteએ વાત પર વાંધો પડયો.....આ શેર વધુ ગમ્યો.
બહુજ સરસ વાત.
-અભિનંદન મિત્ર!