Monday, May 10, 2010

જય હો ગુજરાત

 









ગુજરાતી સૌથી પ્યારા છે, ગુજરાતી સૌથી ન્યારા છે
ગુજરાતી પ્રેમની ધારા છે, ગુજરાતી રાહ ચિંધનારા છે
ગુજરાતી રાહ ચિંધનારા છે, ગુજરાતી રાહ ચિંધનારા છે
               ગાંધી સરદારને સલામ,
                               જય હો ગુજરાત, જય હો ગુજરાત

નર્મદની ભાષા પાવન છે, કાલેલકર સૌથી સવાયા છે
ઘાયલથી અહીં સૌ ઘાયલ છે, મેઘાણી દિલમાં વસાવ્યા છે
મેઘાણી દિલમાં વસાવ્યા છે, મેઘાણી દિલમાં વસાવ્યા છે,
              નરસિંહ-મીરાંનો અવાજ,
                                 જય હો ગુજરાત, જય હો ગુજરાત

ઉત્તરમાં અંબા રક્ષે છે, પૂરવમાં કાલી માતા છે,
ડાકોરમાં જગના રાજા છે, સોમનાથમાં બાબા છે,
સોમનાથમાં બાબા છે, સોમનાથમાં બાબા છે,
              સંતો-સપૂતોનો નિવાસ,
                               જય હો ગુજરાત, જય હો ગુજરાત

ગાંઠીયા જલેબી ભાવે છે, ઉત્સવો દિલથી માણે છે,
ઉતરાણે આકાશ ગજવે છે, નવરાતે મોજથી નાચે છે,
              આઈ લવ માય ગુજરાત,
                              જય હો ગુજરાત, જય હો ગુજરાત

Written on 6-5-2010, 12.50 am,
Posting Date : 10-5-2010

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com

5 comments:

  1. વાહ...!
    ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આપની ભાવનાને બિરદાવતાં ગર્વ અનુભવું છું મિત્ર.

    ReplyDelete
  2. આઈ લવ માય ગુજરાત,
    જય હો ગુજરાત, જય હો ગુજરાત


    સરસ ગીત

    ReplyDelete
  3. સરસ ગીત આને જલ્દીથી સ્વરાંકન કરીને ગાવા જેવું છે -અમિત ત્રિવેદી

    ReplyDelete
  4. આપનો બ્લોગ સરસ છે. ધન્યવાદ. આપના વધુ પરિચયથી આનંદ થયો.

    ReplyDelete
  5. wahh..wah... aana sivay kai j nahi boli shakay..sache aane swarankana karva jevu che...really nice ...

    ReplyDelete