Sunday, April 10, 2011

કથા તો એ જ છે















  



કોણ જાણે પણ પ્રથા તો એ જ છે
પ્રેમ કરવાની સજા તો એ જ છે

એ ગલી છો ને અજાણી લાગતી
યાદની ત્યાં આવજા તો એ જ છે

હો ભલે રાધા, સીતા કે ઊર્મિલા
સ્ત્રી થવાની આપદા તો એ જ છે

શું નવું અખબારવાળા લાવશે ?
નામ બદલાયા, કથા તો એ જ છે.

સાવ સ્હેલું પણ નથી બચવું `વિજય'
આંખના કામણ, કલા તો એ જ છે.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

Many Thanks for composing
this gazal by Deepak Patel

To listen this gazal click below :
http://soundcloud.com/you/tracks


Written on 7-4-20110, 12.10 am,
Posting Date : 10-4-2011

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com

7 comments:

  1. વિજયજી, ચોટદર ગઝલ છે. હું કંપોઝ કરી શકુ?

    ReplyDelete
  2. વાહ....
    સરસ ગઝલ વિજય રોહિતજી....!
    રદિફ પણ સરસ આવ્યો છે અને કાફિયાનું સુંદર ભાવપૂર્ણ સાતત્ય
    આખી રચનાને એક આગવો નિખાર આપે છે...
    -અભિનંદન.

    ReplyDelete
  3. વિજયભાઈ કથા તો એજ છે સાવ સાચી વાત કહી..
    હો ભલે રાધા, સીતા કે ઊર્મિલા
    સ્ત્રી થવાની આપદા તો એ જ છે
    આ પણ ખરુ!..ક્યારે બદલાશે આ સમાજ?
    સપના

    ReplyDelete
  4. હો ભલે રાધા, સીતા કે ઊર્મિલા
    સ્ત્રી થવાની આપદા તો એ જ છે
    સ્ત્રીઓની વાત સારી રીતે આલેખી શક્યા છો દોસ્ત..

    શું નવું અખબારવાળા લાવશે ?
    નામ બદલાયા, કથા તો એ જ છે.

    પૂર્ણ સત્ય...:-)

    ReplyDelete
  5. gazal na composition badal heartiest congratulations...
    sneha

    ReplyDelete
  6. Enjoyed very nice Ghazal!
    After a while, I visited your Blog and very much pleased with your creative writings!!
    Sudhir Patel.

    ReplyDelete