Friday, January 28, 2011

નજર મેળવીશું ને ખોવાઈ જાશું `સહવાસ'-1



















 મિત્રો,

એઝ યુ નો, દુનિયામાં સૌથી વધારો કોઈ વિષય પર કદાચ લખાયું હોય તો એ છે પ્રેમ. એ પછી ગીત, ગઝલ, કવિતા કે લેખનું માધ્યમ હોય પણ પ્રેમ દરેક કવિ/લેખક માટે હંમેશાં એવરગ્રીન સબ્જેક્ટ રહ્યો છે. હું પણ આમાંથી બાકાત નથી જ. એટલે હવેથી મારા બ્લોગ પર આપ માણી શકશો પ્રેમસભર, લાગણીસભર વાતો... `સહવાસ' નામની કોલમમાં... આજે પ્રથમ ભાગ મૂકી રહ્યો છે... આશા છે આપ્ને ગમશે....

 


નીરખવા  રૂપ્ને સૌંદર્ય હોવું ઘટે તેથી,
જુએ છે સૌ તમારી આંખના સુંદર અરીસામાં

 - `નઝર' તુરાવા

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.

- સૈફ પાલનપુરી

ભલે લોકો કહે કે પ્રેમ આંધળો હોય છે પણ સાવ એવું જ નથી હોતું. સુંદરતા અને પ્રેમનો ગુણોત્તર સમપ્રમાણમાં જ હોય છે. પહેલી નજરમેં કૈસા જાદુ કર દિયા એ પ્રેમની કદાચ પહેલી સીડી હોય છે. કમનીય સુડોળ કાયા, લાંબા કેશ, અણિયાળી આંખો, ભરાવદાર ઉરોજ અને ઘાટીલા નિતંબ અને ન સમજી શકાય એવી શૈલી સ્ત્રીને અસામાન્ય બનાવે છે. આકર્ષણનું બ્રહ્માસ્ત્ર એટલું શક્તિશાળી હોય છે કે વિશ્ર્વામિત્ર જેવા ક્ષત્રિય શ્રેષ્ઠ પણ ચિત થઈ શકે છે. આપણે ત્યાં વ્યક્તિના ગુણનો મહિમા ગવાયો છે એટલેકે વ્યક્તિનું ચારિત્ર્ય એનો સ્વભાવ, લાક્ષણિકતા, કેટલું કમાય છે વગેરે લાયકાત અગત્યની ગણાય છે જ્યારે દેખાવને છેલ્લી પ્રાયોરિટી આપવામાં આવે છે. પણ હવે આ ડેફિનેશન સાવ બદલાઈ ગઈ છે. લૂકની વાત પહેલા આવે છે. કારણ કોઈ પણ વ્યક્તિ કેવી છે એ તમે એને જોઈને તરત જ નથી કહી શકતા પણ હા, એ વ્યક્તિના આઉટલૂક પરથી એનો અંદાજ બાંધી શકાય છે. એટલા માટે જ હવેની જનરેશન લૂકને સૌથી વધુ મહત્ત્વ આપે છે.
 
લૂકની વાત એટલા માટે કરી કે, આકર્ષણ વિના પ્રેમ સંભવી જ ના શકે, અપવાદરૂપ કિસ્સા સિવાય. ક્યારેક સ્ત્રી અને પુરુષના લૂક કદાચ એટલા અપીલિંગ ના હોય પણ તેનું વ્યક્તિત્વ એટલું મોહક હોય કે સામેનું પાત્ર તેના મોહમાં પડી જાય એ સંભવ છે ત્યાર પછી આ સંબંધ પ્રેમમાં પરિણમી શકે છે. આપણી હિન્દુ સંસ્કૃતિની લગ્નપ્રથા મુજબ એ સંભવી શકે જ્યાં છોકરો કે છોકરી એકબીજાને જાણતા નથી હોતા, હવેના સમયમાં  લગ્ન પહેલાં એકબીજાને જોઈને, મળીને, હરીફરીને પસંદ કરવાની તક મળે છે છતાં એ બંને વચ્ચે ત્યારે પણ પ્રેમનું પુષ્પ તો નથી જ ખીલતું. એના માટે દામ્પત્યજીવનની કેટલીક મધરુ પળોનું એક એક ગુલાબવખત જતાં એક મનમોહક `બુકે' બને છે જેમાં પ્રેમની ફોરમ આવતી હોય છે.
 
 `તુ મને ગમે છે' એ વાક્યના શબ્દે શબ્દે અઢળક પ્રેમ છલકાય છે. જ્યારે કોઈ યુવક કે યુવતી એકબીજા માટે આ વાત કહે છે ત્યારે લૂક પ્લસ પ્રેમ છે. હીર-રાંઝા, લૈલા-મજનૂ કે રોમિયો જૂલયિટ જેવા અમર પ્રેમીઓના સાચા પ્રેમના લોકો કિસ્સા બહુ ટાંકશે પણ સાચી વાત કહું તો એ લોકો પણ પહેલી નજરે એકબીજાને પસંદ કર્યા પછી જ તેમનો પ્રેમ સોળે કળાએ ખીલ્યો હતો.
 
એક વાત એ પણ સાચી છે કે, જિંદગીભર તમે ક્યારેય કોઈ વ્યક્તિના આકર્ષણમાં રહી નથી શકતા. ગઈકાલે તમને સ્પ્લેન્ડર પ્લસ ગમતી હોય તો આજે તમને પલ્સર ગમે એ સ્વાભાવિક છે. લૂકનું મહત્ત્વ એક હદ અથવા તો ઉંમરના એક તબક્કા સુધી જ હોય છે, પ્રેમનું મહત્ત્વ જીવંતપર્યંત રહે છે. આકર્ષણનો જાદુ કદાચ ઓસરી ગયો હોય તો પણ પ્રેમનું પુષ્પ હંમેશાં ખીલેલું જ હોય છે જે જીવનભર ફોરમ આપતું રહે છે. પ્રેમની આ ફોરમ જીવનમાં ન હોય તો એ સંબંધ ડાયવોર્સના દરવાજો પહોંચતા વાર નથી લાગતી. પ્રેમનું મૂલ્ય જ એ છે, બે વિષમ વ્યક્તિની ભાવનાની કદર. એકને દાળ-ભાત ભાવે છે અને બીજાને કઢી-પુલાવ ગમે છે પણ પ્રેમનું આ વિશ્ર્વ અને તેનું ગણિત સાવ જુદું છે, તેનું મેથેમેટિક્સ ભલભલા ગણિતજ્ઞો સમજી ન શકે તેવું જટિલ છે. આ વિશે મનહર મોદીનો એક શેર ઘણું બધુ કહી જાય છે...
 
મારા વિશે કશું ય વિચારી શકું નહીં,
મારા બધા વિચારમાં તારી અસર હશે.

બંનેની સ્વાભાવિક વિષમતા પણ પ્રેમના વરસાદમાં ભીંજાઈને એક થઈ જતી હોય છે. જ્યાં મારા કે તારા માટેનો કોઈ ઓપ્શન ઊભો નથી હોતો, જે કાંઈ હોય છે એ આપણું જ હોય છે. પ્રેમ કદાચ આવી લાગણીસભર ક્ષણોના પાયા પર રચાતી ઈમારત છે જે જિંદગીભર ગમે તેવા ધરતીકંપ સહી શકે છે.

Email : vijaycrohit@gmail.com
Mobile : 0990 950 2536
Written on : 11-10-2010
Posting Date : 28-1-2011

14 comments:

  1. આકર્ષણનો જાદુ કદાચ ઓસરી ગયો હોય તો પણ પ્રેમનું પુષ્પ હંમેશાં ખીલેલું જ હોય છે જે જીવનભર ફોરમ આપતું રહે છે........100% true....very nice article

    ReplyDelete
  2. પ્રેમ એટલે પ્રેમ... તેની કોઈ ઉત્તમ ભાષા હોય તો તે છે "સ્પર્શ". હજુ પણ તાર ઓપ્રથમ સ્પર્શ મારા હૃદયના એક ખૂણા માં વસે છે. તે યાદ કરતા હું રોમાંચિત થઇ જાઉં છું. શું તે આવું ક્યારે અનુભવ્યું છે ? શું તને પણ પ્રેમમાં ગીતો ગાવાનું કે લખવાનું , સીટી વગાડવાનું , કોઈ ગીત રેડિયો પર ચાલતું હોય તો એની તાલ પર મગ્ન થઇ ને નાચવાનું મન થતું હશે ? શું ...? શું ...? શું...? આવા તો અસંખ્ય પ્રશ્નો એ મારા મનમાં વસવાટ કર્યો છે. તું મળીશ ને ત્યારે તને બધાંજ પ્રશ્નોના હું પૂછીશ; પણ તું મળે છે ત્યારે આપણી વચ્ચે એક જ ભાષા હોય છે "મૌન" .... ને એ મૌન માં મારા તમામ પ્રશ્નો મીણબત્તી ની જેમ ઓગળી જાય છે.
    - નંદિની

    ReplyDelete
  3. Nandini, You have said absolutely perfect...

    ReplyDelete
  4. prem vishe saras lakhan pan aa duniyama kyay prem nathi svarthni duniya che premana dava karnara ghdivarma gandhay jay che...potana preminu nukasan kare che pachi prem premna geet gay che..afsosni vat che mara potana vicharo che vijaybhai jokoine sacho prem maleto bhagyashali samajvo..
    sapana

    ReplyDelete
  5. Excuse me Madam...,
    Koik shayar e sachu j kahyu che...

    "PRANAY NI PARKHU DHRASTI
    AGAR JO TAMNE MALI HOT,
    TO TAME MARI CHABI BHITE NAHI
    DILMA JADI HOT "

    Pranay a pamvani chij che. Anubhavani chij che... kadik tame k hu tane parkhi nathi sakta atlo j nano aapnoo vaank hoi che...

    ReplyDelete
  6. પ્રેમની આ ફોરમ જીવનમાં ન હોય તો એ સંબંધ ડાયવોર્સના દરવાજો પહોંચતા વાર નથી લાગતી.
    વિજયભાઈ, આપનો લેખ ખૂબ જ ગમ્યો
    પ્રેમ સાચો હોય છે પણ પ્રેમ કરનાર વ્યક્તિ પાત્રતા ગુમાવી દે ..એકદમ દગો દઈ બીજાને પ્રેમ કરવા લાગે અને તે પણ જે મિત્રની ઓળખ જેને લીધે થઇ હોય તેને જ તજીને ..ત્યારે પોતાની અસલીયત જુદી જ થઇ જાય છે પ્રેમ ઉન્નતિના શિખરે લઇ જાય પણ અવનતી તરફ જાય તે દયનીય છે ..આવ અનેક સાથે બેવફાઈ કરનાર ને પ્રેમિકા કહી શકાય નહીં .મિત્ર, અદમ અદમ ટંકારવી નો શેર,
    વારે વારે સાથી બદલે ડેન્સમાં,
    તે ભમરડી ક્યાં રહે બેલેન્સમાં

    કોઈના ખેતરમાં તે નિરલજ્જ ચરતી હોય છે
    દોસતોને તે લડાવી શત્રુ કરતી હોય છે
    છાશવારે સાથી બદલે શી વફા કે દોસતી
    યોગ્ય કે અયોગ્ય ભ્ર્ષ્ટા ના નિરખતી હોય છે
    કામ આતૂરને કશી લજા શરમ ક્યાથી નડે ?
    કોઈપણ નીતિ નિયમથી ક્યાં તે ડરતી હોય છે-DG

    ReplyDelete
  7. વિજયભાઈ, આપનો લેખ ખૂબ જ ગમ્યો આને આપની નવી કોલમ માટે શુભેચ્છા ..
    પ્રેમ સાચો હોય છે પણ પ્રેમ કરનાર વ્યક્તિ પાત્રતા ગુમાવી એકદમ દગો દઈ પ્રેમીના જ મિત્રને પ્રેમ કરવા લાગે બે મિત્રોના કલહનું કારણ બનેત્યારે પોતાની અસલીયત જુદી જ થઇ જાય છે પ્રેમ ઉન્નતિના શિખરે લઇ જાય પણ અવનતી તરફ જાય તે દયનીય છે .ઉપરાંત અનેક સાથે બેવફાઈ કરનાર ને પ્રેમિકા કહી શકાય કે નહીં તે પ્રશ્ન થાય ..મિત્ર, અદમ અદમ ટંકારવી નો શેર,
    વારે વારે સાથી બદલે ડેન્સમાં,
    તે ભમરડી ક્યાં રહે બેલેન્સમાં

    ReplyDelete
  8. વિજયભાઈ,

    પ્રેમ માટે અનેક વ્યાખ્યા ને સમજણ હંમેશાં વ્યક્તિએ વ્યક્તિએ આપણે જાણી શકીશું, તો ખરેખર આ પ્રેમ છે શું? ઘણા કહે છે કે પ્રેમ આંધળો છે, ઘણા તેનું સ્વરૂપ જ વાસના નું કરી મૂકે છે, મોટાભાગનાને પ્રેમ કરતાં પ્રેમમાં માંગણી વધુ હોય છે, તો શું પ્રેમમા આવું બધું આવે ખરું? નહિ તો શું આકર્ષણ એ પ્રેમ છે?

    પ્રેમ વ્યાખ્યાનો વિષય નહિ હોય તેમ મને લાગે છે, જો તેમ હોત તો કોઈ ચોક્કસ વ્યાખ્યા કોઈએ તો આપી જ હોત. પ્રેમ અનુભૂતિ છે, તેમાં લેવાનું આવતું નથી ફક્ત આપવાનું જ હોય છે.માટે પ્રેમમાં માંગણી ના હોઈ શકે. જે એક પૂજા છે. તેમાં આકર્ષણ ના હોઈ શકે. વફા-બેવફા જેવી વાત છીછરા માનસનું પ્રતિબિંબ છે, પ્રેમમાં આવું કશું ના હોય, આ બધા તો બાહ્ય આકર્ષણ અને માંગણીમાં અસંતોષ પામેલાઓની લાગણી છે.

    આ વિષય ગહન છે. જે વાતો કરીએ ના સમજાય .


    'દાદીમા ની પોટલી'
    http://das.desais.net

    ReplyDelete
  9. nice 1 its really nice thought about LOVE i would like to say this please insert that sentence if you dont mind that Love those who loves you because he/she known your value.....


    Thanx

    ReplyDelete
  10. વાહ ખુબ સુંદર પરિકલ્પના...

    ReplyDelete
  11. Hello vijaybhai...
    saras lekh... prem vishe shu kahie ? jane zakal thi buzati taras... ene koi ek vyakya ke kalpanama bandhvu aghru che. tame prayatna karyo, abhinandan..

    ReplyDelete