Saturday, April 30, 2011

પૂછીને થાય નહીં પ્રેમ....


(`સહવાસ' - 2 )
 
 
વિચારો કે પૃથ્વી પર પ્રેમ નામનું ઝરણું વહેતું જ ના હોત તો આ પૃથ્વી પર જીવન શક્ય બન્યું હોત ખરું. પશુ-પંખીથી લઈ મનુષ્યમાં `પ્રેમ'ની ઈર્દ ગિર્દ જીવન છે. પ્રેમનું આ પાવન ઝરણું એવું છે કે તેમાં ન્હાવ ત્યારે પણ આનંદ મળે છે, બ્હાર નીકળ્યા બાદ એના સ્મરણોનો આનંદ મળે છે અને વરસો બાદ મીઠી વિરહ કે યાદ સ્વરૂપે પણ આપે તો આનંદ જ છે.  પ્રેમ એટલા માટે જરૂરી છે કેએ તમોને જીવવાલાયક બનાવે છે. ક્યાંક કશુંક ખેંચાણ, રસસભર આકર્ષણ, મનમાં ચાલતી ગડમથલ કે જેમાંથી બહાર નીકળવાનું મન જ ના થાય પ્રેમ આવી જ કોઈક ક્ષણોનો સમન્વય છે. એટલે જ અમૃત `ઘાયલ' એમ કહે છે કે,

જે અંધ ગણે છે પ્રેમને, તે આ વાત નહીં સમજી શકે
એક સાવ અજાણી આંખથી અથડાઈ જવામાં લિજ્જત છે.


એક અનોખી લિજ્જત છે, કશિષ છે આ પ્રેમમાં. પૌરાણિક ગ્રંથોથી લઈ આજના આધુનિક પંડિતો પણ પ્રેમની પોથી ખોલી એના રહસ્યો તાગવાનો પ્રયાસ કરે છે અને ભવિષ્યમાં પણ થશે જ છતાં શાશ્ર્વત વાત એ છે કે પ્રેમ એ કિતાબનો શબ્દ નથી, કોઈએ આપેલું ગુલાબ નથી. એ તો એવો મખમલી અહેસાસ છે જ્યાં પ્રેમ કરનાર સિવાય કોઈ પહોંચી જ ન શકે. શબ્દો ગૌણ બની જાય. હોઠ અને જીભ વાચાને ભૂલી પ્રેક્ષક બની જાય. આંખ જોવાને બદલે સાંકેતિક ભાષામાં વાત કરે, હાથ અને શારીરિક મુદ્રાઓ પ્રિય પાત્ર સિવાય કોઈ ન સમજી શકે.  કદાચ પ્રેમને એટલે જ પાગલ કહેવામાં આવે છે, એમાં ડાહ્યા માણસનું કામ નથી. પ્રેમ થતો નથી, થઈ જાય છે. કવિ તુષાર શુક્લ કહે છે એમ,

દરિયાના મોજાં રેતીને પૂછે,
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ.....


પૂછીને પ્રેમ ના થાય, એડજસ્ટમેન્ટ થાય અને એડજસ્ટમેન્ટમાં પ્રેમ ના હોય. એટલે લગ્નમાં કદાચ એડજસ્ટમેન્ટ હોઈ શકે, પ્રેમ નહીં. પ્રેમની દુનિયા જ સાવ અલૌકિક છે. પ્રેમની વિશેષતા પાત્રતા પર નિર્ભર નથી. સ્વીટ 16માં પણ પ્રેમ થાય અને 60 માં પણ પ્રેમ થઈ શકે. એવા અઢળક કિસ્સાઓ આપણે ત્યાં જોવા મળે જ છે.

પ્રેમની શરૂઆત એક્સાઈટીંગ લાગતી હોય છે,  મધ્યાંતર સ્ટેડી હોઈ શકે છે અને પ્રેમનો અંત ભાગ દુ:ખદ પણ હોઈ શકે છે. પ્રેમમાં બ્રેક-અપ્સ આજ કાલ કોમન બાબત થઈ ગઈ છે. ઈવન, બ્રેક-અપ્સ પણ આજકાલ પ્રેમનો એક ભાગ જ ગણાય છે. તેમ છતાં એટલું ચોક્કસ છે કે ભલે જમાનો હાઈટેક અને એડવાન્સ થઈ ગયો હોય, પ્રેમની રીત બદલાઈ ગઈ હોય, પણ પ્રેમ બદલાયો નથી. એટલે જ `પહેલા પહેલા પ્યાર હૈ'ને ભૂલવું આસાન નથી હોતું. એ પ્રેમની યાદો જીવનભર હૂંફ પણ આપે છે અને દઝાડે પણ છે. હેમેન શાહના શબ્દોમાં કહું તો,

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.


Written Date : 2/3/2011
Posting Date : 30/4/2011
E-mail : vijaycrohit@gmail.com

Sunday, April 10, 2011

કથા તો એ જ છે















  



કોણ જાણે પણ પ્રથા તો એ જ છે
પ્રેમ કરવાની સજા તો એ જ છે

એ ગલી છો ને અજાણી લાગતી
યાદની ત્યાં આવજા તો એ જ છે

હો ભલે રાધા, સીતા કે ઊર્મિલા
સ્ત્રી થવાની આપદા તો એ જ છે

શું નવું અખબારવાળા લાવશે ?
નામ બદલાયા, કથા તો એ જ છે.

સાવ સ્હેલું પણ નથી બચવું `વિજય'
આંખના કામણ, કલા તો એ જ છે.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

Many Thanks for composing
this gazal by Deepak Patel

To listen this gazal click below :
http://soundcloud.com/you/tracks


Written on 7-4-20110, 12.10 am,
Posting Date : 10-4-2011

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com

Friday, January 28, 2011

નજર મેળવીશું ને ખોવાઈ જાશું `સહવાસ'-1



















 મિત્રો,

એઝ યુ નો, દુનિયામાં સૌથી વધારો કોઈ વિષય પર કદાચ લખાયું હોય તો એ છે પ્રેમ. એ પછી ગીત, ગઝલ, કવિતા કે લેખનું માધ્યમ હોય પણ પ્રેમ દરેક કવિ/લેખક માટે હંમેશાં એવરગ્રીન સબ્જેક્ટ રહ્યો છે. હું પણ આમાંથી બાકાત નથી જ. એટલે હવેથી મારા બ્લોગ પર આપ માણી શકશો પ્રેમસભર, લાગણીસભર વાતો... `સહવાસ' નામની કોલમમાં... આજે પ્રથમ ભાગ મૂકી રહ્યો છે... આશા છે આપ્ને ગમશે....

 


નીરખવા  રૂપ્ને સૌંદર્ય હોવું ઘટે તેથી,
જુએ છે સૌ તમારી આંખના સુંદર અરીસામાં

 - `નઝર' તુરાવા

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.

- સૈફ પાલનપુરી

ભલે લોકો કહે કે પ્રેમ આંધળો હોય છે પણ સાવ એવું જ નથી હોતું. સુંદરતા અને પ્રેમનો ગુણોત્તર સમપ્રમાણમાં જ હોય છે. પહેલી નજરમેં કૈસા જાદુ કર દિયા એ પ્રેમની કદાચ પહેલી સીડી હોય છે. કમનીય સુડોળ કાયા, લાંબા કેશ, અણિયાળી આંખો, ભરાવદાર ઉરોજ અને ઘાટીલા નિતંબ અને ન સમજી શકાય એવી શૈલી સ્ત્રીને અસામાન્ય બનાવે છે. આકર્ષણનું બ્રહ્માસ્ત્ર એટલું શક્તિશાળી હોય છે કે વિશ્ર્વામિત્ર જેવા ક્ષત્રિય શ્રેષ્ઠ પણ ચિત થઈ શકે છે. આપણે ત્યાં વ્યક્તિના ગુણનો મહિમા ગવાયો છે એટલેકે વ્યક્તિનું ચારિત્ર્ય એનો સ્વભાવ, લાક્ષણિકતા, કેટલું કમાય છે વગેરે લાયકાત અગત્યની ગણાય છે જ્યારે દેખાવને છેલ્લી પ્રાયોરિટી આપવામાં આવે છે. પણ હવે આ ડેફિનેશન સાવ બદલાઈ ગઈ છે. લૂકની વાત પહેલા આવે છે. કારણ કોઈ પણ વ્યક્તિ કેવી છે એ તમે એને જોઈને તરત જ નથી કહી શકતા પણ હા, એ વ્યક્તિના આઉટલૂક પરથી એનો અંદાજ બાંધી શકાય છે. એટલા માટે જ હવેની જનરેશન લૂકને સૌથી વધુ મહત્ત્વ આપે છે.
 
લૂકની વાત એટલા માટે કરી કે, આકર્ષણ વિના પ્રેમ સંભવી જ ના શકે, અપવાદરૂપ કિસ્સા સિવાય. ક્યારેક સ્ત્રી અને પુરુષના લૂક કદાચ એટલા અપીલિંગ ના હોય પણ તેનું વ્યક્તિત્વ એટલું મોહક હોય કે સામેનું પાત્ર તેના મોહમાં પડી જાય એ સંભવ છે ત્યાર પછી આ સંબંધ પ્રેમમાં પરિણમી શકે છે. આપણી હિન્દુ સંસ્કૃતિની લગ્નપ્રથા મુજબ એ સંભવી શકે જ્યાં છોકરો કે છોકરી એકબીજાને જાણતા નથી હોતા, હવેના સમયમાં  લગ્ન પહેલાં એકબીજાને જોઈને, મળીને, હરીફરીને પસંદ કરવાની તક મળે છે છતાં એ બંને વચ્ચે ત્યારે પણ પ્રેમનું પુષ્પ તો નથી જ ખીલતું. એના માટે દામ્પત્યજીવનની કેટલીક મધરુ પળોનું એક એક ગુલાબવખત જતાં એક મનમોહક `બુકે' બને છે જેમાં પ્રેમની ફોરમ આવતી હોય છે.
 
 `તુ મને ગમે છે' એ વાક્યના શબ્દે શબ્દે અઢળક પ્રેમ છલકાય છે. જ્યારે કોઈ યુવક કે યુવતી એકબીજા માટે આ વાત કહે છે ત્યારે લૂક પ્લસ પ્રેમ છે. હીર-રાંઝા, લૈલા-મજનૂ કે રોમિયો જૂલયિટ જેવા અમર પ્રેમીઓના સાચા પ્રેમના લોકો કિસ્સા બહુ ટાંકશે પણ સાચી વાત કહું તો એ લોકો પણ પહેલી નજરે એકબીજાને પસંદ કર્યા પછી જ તેમનો પ્રેમ સોળે કળાએ ખીલ્યો હતો.
 
એક વાત એ પણ સાચી છે કે, જિંદગીભર તમે ક્યારેય કોઈ વ્યક્તિના આકર્ષણમાં રહી નથી શકતા. ગઈકાલે તમને સ્પ્લેન્ડર પ્લસ ગમતી હોય તો આજે તમને પલ્સર ગમે એ સ્વાભાવિક છે. લૂકનું મહત્ત્વ એક હદ અથવા તો ઉંમરના એક તબક્કા સુધી જ હોય છે, પ્રેમનું મહત્ત્વ જીવંતપર્યંત રહે છે. આકર્ષણનો જાદુ કદાચ ઓસરી ગયો હોય તો પણ પ્રેમનું પુષ્પ હંમેશાં ખીલેલું જ હોય છે જે જીવનભર ફોરમ આપતું રહે છે. પ્રેમની આ ફોરમ જીવનમાં ન હોય તો એ સંબંધ ડાયવોર્સના દરવાજો પહોંચતા વાર નથી લાગતી. પ્રેમનું મૂલ્ય જ એ છે, બે વિષમ વ્યક્તિની ભાવનાની કદર. એકને દાળ-ભાત ભાવે છે અને બીજાને કઢી-પુલાવ ગમે છે પણ પ્રેમનું આ વિશ્ર્વ અને તેનું ગણિત સાવ જુદું છે, તેનું મેથેમેટિક્સ ભલભલા ગણિતજ્ઞો સમજી ન શકે તેવું જટિલ છે. આ વિશે મનહર મોદીનો એક શેર ઘણું બધુ કહી જાય છે...
 
મારા વિશે કશું ય વિચારી શકું નહીં,
મારા બધા વિચારમાં તારી અસર હશે.

બંનેની સ્વાભાવિક વિષમતા પણ પ્રેમના વરસાદમાં ભીંજાઈને એક થઈ જતી હોય છે. જ્યાં મારા કે તારા માટેનો કોઈ ઓપ્શન ઊભો નથી હોતો, જે કાંઈ હોય છે એ આપણું જ હોય છે. પ્રેમ કદાચ આવી લાગણીસભર ક્ષણોના પાયા પર રચાતી ઈમારત છે જે જિંદગીભર ગમે તેવા ધરતીકંપ સહી શકે છે.

Email : vijaycrohit@gmail.com
Mobile : 0990 950 2536
Written on : 11-10-2010
Posting Date : 28-1-2011

Thursday, January 20, 2011

આંસુની ભાષા

















દિલના દર્દની વાત કોને કહું,
                આંસુની ભાષા સમજશે કોણ ?

ફોરમના દેશમાં ભરમાયો સાજન,
સુનું પડ્યું છે મારું સપ્નાનું આંગણ
તારા વિના એક પલ કેમ રહું ?
                દિલના દર્દની વાત કોને કહું,

ભીના છે હોઠ હજી યાદના મહેલમાં
પગલાં કોતરાવ્યા દિલની આ રેતમાંં
સાચવું છું આ પ્રેમનું સંભારણું
               દિલના દર્દની વાત કોને કહું,

Written on 24-10-2010, 11.50 m,
Posting Date : 20--2011

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com

Wednesday, January 5, 2011

વસંત કાફી નથી
















દુ:ખ ઘણા પણ જિંદગી થાકી નથી
જીવવા માટે વસંત કાફી નથી

લો ઘણું કહેવાનું બાકી રહી ગયું
મૌન આ માટે હવે કાફી નથી ?

ચાંદ તો જો સાવ ઝાંખો થઈ ગયો
આજ ખુલ્લી બારી તેં વાંખી નથી

સ્વપ્ન વગર પણ જીવવાનું છે શક્ય
એકપણ ઈચ્છા મેં કદી પાળી નથી

ડાયરી મેં એટલે તો ના લખી
તેં વ્યથા તારી કદી આપી નથી

ગાલ નાજુક ને નયનમાં છે નશો
મેં શરાબ આવી કદી ચાખી નથી

- વિજય રોહિત
મો : 0990 950 2536
Email : vijaycrohit@gmail.com
Posted on : 5/1/2011, 11.40 am