Thursday, December 31, 2009
સ્માઈલ
સ્માઈલ તમારું 24 કેરેટ
પ્રેમ અમારો પ્લેટિનમ..
હસતા રહેજો મળતા રહેજો
સપ્નામાં પણ ઝંખતા રહેજો
દિલ તમારું પોપ સોંગ
પ્રેમ અમારો ક્લાસિકલ
.....સ્માઈલ તમારું 24 કેરેટ
Your smile is my life
it makes me smile
I like you so much
when you wiil be mine.
અદાઓ તમારી ફેશનેબલ
પ્રેમ અમારો ઈન્ટરનેશનલ
.....સ્માઈલ તમારું 24 કેરેટ
કેટરીનાનો ક્લાસ ના આવે
મીસ વર્લ્ડને ય ઈર્ષ્યા આવે
રૂપ તમારું છે ઑસમ
પ્રેમ અમારો એક્સીલન્ટ
.....સ્માઈલ તમારું 24 કેરેટ
સૂરના કામણ કરે ઘાયલ
તોય પાછું રાખો પાયલ
કંઠ તમારો વ્હીસ્કી બ્રાન્ડ
પ્રેમ અમારો માદક રમ...
.....સ્માઈલ તમારું 24 કેરેટ
- વિજય રોહિત
મો : 0990 950 2536
સૌ મિત્રોને 2010 માટે દિલથી શુભેચ્છા. નવું વર્ષ આપ્ને માટે મંગલમય, શુભદાયી નીવડે એવી પ્રભુ પ્રાર્થના.
ઉપરોક્ત ગીતમાં નવા કલ્પ્નો અને ગુજલીશના કોમ્બિનેશનનો પ્રયોગ કર્યો છે. આશા છે આપ સૌને ગમશે.... આપ્ના સૂચનો અને કોમેન્ટ આવકાર્ય...
Tuesday, December 22, 2009
જ્વાલા
દિલની વાત રાખો ના દિલમાં ભરી
નહીં આવે પછી મોકો આવો ફરી
ગુસ્સો નાક પર રાખે કાયમ અને
દિનકરથી ય વધુ જ્વાલા છે એમની
મળવાની ઈચ્છા ના હોય તો ના કહો
રાતે કેમ આવો છો સપ્ના થકી
તેં શણગાર કર્યો છે કાજલ વેણીનો
આવ્યા છે અમે સઘળી ઈચ્છા સજી
ના સમજી કિંમત તારી મારા દિલે
લે શહેનાઈ વાગીને આંખો રડી
માનવ લાગણી ને ઈચ્છાનો પૂળો
થોડી આગ મૂકી કે ભડકે બળી
છંદવિધાન : ગાગાગાલ ગાગાગાગા ગાલગા
વિજય રોહિત
મો : 0990 950 2536
Wednesday, December 16, 2009
સવાલ
અમને રડાવી હસો છો કમાલ છે
આ દિલ છે ચોપાટની થોડી ચાલ છે
દિલ મારુ સોના રુપા જેવું કિંમતી
લીધા પછી આ બધી શી બબાલ છે
જેઓ દિવસ રાત મળતા હતા મને
તેઓ કહે છે મળુ પણ શું કામ છે
મારા પત્રોની લીલામી કરી અને
પાછા પૂછો છો લઘુત્તમ શું દામ છે
લાલી ચુરાવી સંધ્યાએ સૂરજ કને
ને આદિત્ય પણ હવે સાવ કંગાલ છે
કોઈને ન કહેશો તમારા પ્રણય વિશે
પ્રેમીઓની શાખનો આ સવાલ છે
છંદવિધાન : ગાગાગાગા ગાલગાગા લગા લગા
વિજય રોહિત
મો : 0990 950 2536
Friday, December 11, 2009
આમંત્રણ
આમંત્રણ આંખોથી આપજો
લ્હેરાતી લટકંતી આ ઝુલ્ફો
ગુંથવા સારો ગજરો નાખજો
દિવસે મળજો સજની સ્નેહથી
રાતે સપ્નામાં પણ આવજો
મળ્યા તા એ ક્ષણના સમ પ્રિયે
શબ્દો પ્રેમમાં વ્હેતા લાવજો
ચાંદા તારાની હેસિયત નથી
જે માંગો વિચારી માંગજો
વિજય રોહિત
મો : 0990 950 2536
Wednesday, December 9, 2009
નજર
Friday, December 4, 2009
શબ્દવૈભવ ગ્રુપ્નો આગામી ગીત-સંગીત કાર્યક્રમ...
પ્રિય મિત્રો,
આપ જાણો છો એમ, શબ્દ વૈભવ ગ્રુપ એ યુવા-નવોદિત પ્રતિભાને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરે છે. આપ્નામાં જો કવિ-ગઝલકાર, સંગીતકાર, ગાયક-ગાયિકા તરીકેની પ્રતિભા હોય તો, આ ગ્રુપમાં જોડાવવા હાર્દિક નિમંત્રણ છે.
અમારો મુખ્ય ઉદ્દેશ ઊગતી પ્રતિભાને જ પ્લેટફોર્મ આપી નવોદિત કલાકારો ની જ કવિતા-ગઝલ આપણા ગ્રુપ્ના જ યુવા સંગીતકાર-ગાયકો-ગાયિકાઓ ગાઈને રજૂ કરે. આવા સુંદર ઉદ્દેશ માટે કામ કરી રહેલી સંસ્થામાં વધુને વધુ મિત્રો જોડાય એવી મારી હાર્દિક ઈચ્છા છે.
આગામી કાર્યક્રમ ડિસેમ્બરના અંતમાં રાખવાનુું પ્લાનિંગ છે. આપ સૌ મિત્રો આમાં ભાગ લઈ શકો છો, જે તદ્દન નિ:શુલ્ક છે.
તમે નીચેની કેટેગરીમાં ભાગ લઈ શકો છો.
1) કાવ્ય પઠન દ્વારા.
2) ગાયક - ગાયિકા
3) સંગીતકાર
4) હાર્મોનિયમ , તબલા, વાંસળી અથવા કોઈ પણ વાદ્ય કલાકાર તરીકે.
5) ફોટોગ્રાફર , વિડીઓગ્રાફર
6) વ્યવસ્થાપક
7) શ્રોતાઓ
તો જે પણ વ્યક્તિએ આ બેઠકમાં હિસ્સો લેવાની ઈચ્છા હોય તેમને તુરત vijaycrohit@gmail.com પર કરવા વિનંતી છે.
Email ના વિષયમાં Participation for Shabd Vaibhav's December prog. લખવું.
પ્રથમ ઓડીશન / રીહર્સલની જાહેરાત ટૂંક સમયમાં કરીશું.
આ એક ભગીરથ કાર્ય છે, પ્રતિભાશાળી યુવાનોની એક ટીમ તૈયાર કરવી એ મારો ધ્યેય છે, માટે આ કાર્યમાં રસ ધરાવનાર અને મદદરુપ થાય તેવા મિત્રો પણ ઓરકુટમાં શબ્દવૈભવ કોમ્યુનીટી જોડાઈ સંપર્ક કરી છે.
અને હા, આપ જો ભાગ ના લઈ શકો તો પણ આ કાર્યક્રમમાં શ્રોતા તરીકે જોડાઈ તમારું યોગદાન આપી શકો છો. એટલું જ નહીં પણ જેઓમાં આવી ટેલેન્ટ છે તેના સુધી આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી છે.
શબ્દ વૈભવ ગ્રુપ આપ્ના ઈ-મેલ ની આતુરતા પૂર્વક રાહ જુએ છે.
આભાર..
સંપર્ક : વિજય સી. રોહિત
એ-1, શ્રી ભગવતકૃપા સોસાયટી, કરોળિયા રોડ,
ગોરવા, વડોદરા - 390 016
મો : 990 950 2536
E-mail : vijaycrohit@gmail.com
web : www.vijayrohit.blogspot.com
click below to Join our group shabd vaibhav on orkut
Welcome to the family.
http://www.orkut.co.in/Community.aspx?cmm=51952290&mt=5
Thursday, December 3, 2009
આવી તારી યાદ, કોને કહું ?
કોયલના ટહુકારે, વીજળીના ચમકારે,
આવી તારી યાદ, કોને કહું ?
જળ રે ભરવાને ગ્યાતા, સખીઓ સંગાથે,
બેડા મેલ્યા'તા અમે નદીયુના આરે,
પાણીના છલકારે, પ્નઘટના પોકારે
આવે તારી યાદ, કોને કહું ?
ગજરાને સમ દીધા મેં, સજવાને કાજે,
નુપૂરને બાંધી લીધા પ્રીતમ મેં આજે
કાજલને સથવારે, કંગનના ખણકારે
આવે તારી યાદ, કોને કહું ?
હૈયું હરખાય આજ, પ્રેમના પ્રતાપે,
ક્યારે મળીશું પ્રીતમ પૂનમની રાતે
અછડતા અડતા રે, સપ્નામાં મળતા રે
આવે તારી યાદ, કોને કહું ?
વિજય રોહિત
મો : 0990 950 2536
Subscribe to:
Posts (Atom)