મિત્રો,
એઝ યુ નો, દુનિયામાં સૌથી વધારો કોઈ વિષય પર કદાચ લખાયું હોય તો એ છે પ્રેમ. એ પછી ગીત, ગઝલ, કવિતા કે લેખનું માધ્યમ હોય પણ પ્રેમ દરેક કવિ/લેખક માટે હંમેશાં એવરગ્રીન સબ્જેક્ટ રહ્યો છે. હું પણ આમાંથી બાકાત નથી જ. એટલે હવેથી મારા બ્લોગ પર આપ માણી શકશો પ્રેમસભર, લાગણીસભર વાતો... `સહવાસ' નામની કોલમમાં... આજે પ્રથમ ભાગ મૂકી રહ્યો છે... આશા છે આપ્ને ગમશે....
નીરખવા રૂપ્ને સૌંદર્ય હોવું ઘટે તેથી,
જુએ છે સૌ તમારી આંખના સુંદર અરીસામાં
- `નઝર' તુરાવા
સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
- સૈફ પાલનપુરી
ભલે લોકો કહે કે પ્રેમ આંધળો હોય છે પણ સાવ એવું જ નથી હોતું. સુંદરતા અને પ્રેમનો ગુણોત્તર સમપ્રમાણમાં જ હોય છે. પહેલી નજરમેં કૈસા જાદુ કર દિયા એ પ્રેમની કદાચ પહેલી સીડી હોય છે. કમનીય સુડોળ કાયા, લાંબા કેશ, અણિયાળી આંખો, ભરાવદાર ઉરોજ અને ઘાટીલા નિતંબ અને ન સમજી શકાય એવી શૈલી સ્ત્રીને અસામાન્ય બનાવે છે. આકર્ષણનું બ્રહ્માસ્ત્ર એટલું શક્તિશાળી હોય છે કે વિશ્ર્વામિત્ર જેવા ક્ષત્રિય શ્રેષ્ઠ પણ ચિત થઈ શકે છે. આપણે ત્યાં વ્યક્તિના ગુણનો મહિમા ગવાયો છે એટલેકે વ્યક્તિનું ચારિત્ર્ય એનો સ્વભાવ, લાક્ષણિકતા, કેટલું કમાય છે વગેરે લાયકાત અગત્યની ગણાય છે જ્યારે દેખાવને છેલ્લી પ્રાયોરિટી આપવામાં આવે છે. પણ હવે આ ડેફિનેશન સાવ બદલાઈ ગઈ છે. લૂકની વાત પહેલા આવે છે. કારણ કોઈ પણ વ્યક્તિ કેવી છે એ તમે એને જોઈને તરત જ નથી કહી શકતા પણ હા, એ વ્યક્તિના આઉટલૂક પરથી એનો અંદાજ બાંધી શકાય છે. એટલા માટે જ હવેની જનરેશન લૂકને સૌથી વધુ મહત્ત્વ આપે છે.
લૂકની વાત એટલા માટે કરી કે, આકર્ષણ વિના પ્રેમ સંભવી જ ના શકે, અપવાદરૂપ કિસ્સા સિવાય. ક્યારેક સ્ત્રી અને પુરુષના લૂક કદાચ એટલા અપીલિંગ ના હોય પણ તેનું વ્યક્તિત્વ એટલું મોહક હોય કે સામેનું પાત્ર તેના મોહમાં પડી જાય એ સંભવ છે ત્યાર પછી આ સંબંધ પ્રેમમાં પરિણમી શકે છે. આપણી હિન્દુ સંસ્કૃતિની લગ્નપ્રથા મુજબ એ સંભવી શકે જ્યાં છોકરો કે છોકરી એકબીજાને જાણતા નથી હોતા, હવેના સમયમાં લગ્ન પહેલાં એકબીજાને જોઈને, મળીને, હરીફરીને પસંદ કરવાની તક મળે છે છતાં એ બંને વચ્ચે ત્યારે પણ પ્રેમનું પુષ્પ તો નથી જ ખીલતું. એના માટે દામ્પત્યજીવનની કેટલીક મધરુ પળોનું એક એક ગુલાબવખત જતાં એક મનમોહક `બુકે' બને છે જેમાં પ્રેમની ફોરમ આવતી હોય છે.
`તુ મને ગમે છે' એ વાક્યના શબ્દે શબ્દે અઢળક પ્રેમ છલકાય છે. જ્યારે કોઈ યુવક કે યુવતી એકબીજા માટે આ વાત કહે છે ત્યારે લૂક પ્લસ પ્રેમ છે. હીર-રાંઝા, લૈલા-મજનૂ કે રોમિયો જૂલયિટ જેવા અમર પ્રેમીઓના સાચા પ્રેમના લોકો કિસ્સા બહુ ટાંકશે પણ સાચી વાત કહું તો એ લોકો પણ પહેલી નજરે એકબીજાને પસંદ કર્યા પછી જ તેમનો પ્રેમ સોળે કળાએ ખીલ્યો હતો.
એક વાત એ પણ સાચી છે કે, જિંદગીભર તમે ક્યારેય કોઈ વ્યક્તિના આકર્ષણમાં રહી નથી શકતા. ગઈકાલે તમને સ્પ્લેન્ડર પ્લસ ગમતી હોય તો આજે તમને પલ્સર ગમે એ સ્વાભાવિક છે. લૂકનું મહત્ત્વ એક હદ અથવા તો ઉંમરના એક તબક્કા સુધી જ હોય છે, પ્રેમનું મહત્ત્વ જીવંતપર્યંત રહે છે. આકર્ષણનો જાદુ કદાચ ઓસરી ગયો હોય તો પણ પ્રેમનું પુષ્પ હંમેશાં ખીલેલું જ હોય છે જે જીવનભર ફોરમ આપતું રહે છે. પ્રેમની આ ફોરમ જીવનમાં ન હોય તો એ સંબંધ ડાયવોર્સના દરવાજો પહોંચતા વાર નથી લાગતી. પ્રેમનું મૂલ્ય જ એ છે, બે વિષમ વ્યક્તિની ભાવનાની કદર. એકને દાળ-ભાત ભાવે છે અને બીજાને કઢી-પુલાવ ગમે છે પણ પ્રેમનું આ વિશ્ર્વ અને તેનું ગણિત સાવ જુદું છે, તેનું મેથેમેટિક્સ ભલભલા ગણિતજ્ઞો સમજી ન શકે તેવું જટિલ છે. આ વિશે મનહર મોદીનો એક શેર ઘણું બધુ કહી જાય છે...
મારા વિશે કશું ય વિચારી શકું નહીં,
મારા બધા વિચારમાં તારી અસર હશે.
મારા બધા વિચારમાં તારી અસર હશે.
બંનેની સ્વાભાવિક વિષમતા પણ પ્રેમના વરસાદમાં ભીંજાઈને એક થઈ જતી હોય છે. જ્યાં મારા કે તારા માટેનો કોઈ ઓપ્શન ઊભો નથી હોતો, જે કાંઈ હોય છે એ આપણું જ હોય છે. પ્રેમ કદાચ આવી લાગણીસભર ક્ષણોના પાયા પર રચાતી ઈમારત છે જે જિંદગીભર ગમે તેવા ધરતીકંપ સહી શકે છે.
Email : vijaycrohit@gmail.com
Mobile : 0990 950 2536
Written on : 11-10-2010
Posting Date : 28-1-2011